સાચવજો, તમારા બેન્ક અકાઉન્ટમાંથી આ રીતે પણ થઈ શકે છે ચોરી

10 April, 2019 04:51 PM IST  | 

સાચવજો, તમારા બેન્ક અકાઉન્ટમાંથી આ રીતે પણ થઈ શકે છે ચોરી

આજના સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. તેમાંય ડિજિટલાઈઝેશન બાદ તો પૈસાની લેવડ દેવડ પણ હવે ઓનલાઈન થઈ ગઈ છે. જો કે તેની સાથે સાથે સાયબર ક્રાઈમના કિસ્સા પણ વધી રહ્યા છે. જો તમે માનતા હો કે બેન્ક અકાઉન્ટમાં તમારા પૈસા સેફ છે, તો ચેતજો. એમાં જો તમે પંજાબ નેશનલ બેન્કના ખાતાધારક છો તો આ વાત ખાસ ધ્યાન રાખજો. પંજાબ નેશનલ બેન્કે પોતાના ખાતાધારકો માટે ચેતવણી આપે છે. પંજાબ નેશનલ બેન્કે પોતાના ખાતાધારકોને અકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે જરૂરી ટિપ્સ આપી છે. બેન્કે ચેતવણી આપી છે કે કેટલાક સ્પાયવૅર તમારો ડેટા ચોરી કરી શકે છે. જેનાથી તમારા પૈસા પણ ઉપડી શકે છે.

PNBના ખાતા ધારકો માટે એલર્ટ

પંજાબ નેશનલ બેન્કે પોતાન ખાતાધારકોને સ્પાયવેરથી બચવા સલાહ આપી છે. સ્પાયવેર લોકોને જાણ કર્યા વગર અંગત માહિતી ચોરી કરે છે. પરિણામે બેન્કે ખાતાધારકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સાવધ રહેવા કહ્યું છે. બેન્કે આ માહિતી પોતાના ટ્વિટર અકાઉન્ટ પર માહિતી આપીને સલાહ આપી છે.

આવું છે સ્પાયવૅર

પંજાબ નેશનલ બેન્કે પોતાના ખાતાધારકો ટ્વિટ કરીને કહ્યું છે સ્પાયવેર ગ્રાહકોની અંગત માહિતી જેમ કે ફોન કૉલ હિસ્ટ્રી, ટેક્સ્ટ મેસેજ, લોકેશન, હિસ્ટ્રી, કોન્ટેક્ટ્સ મેઈલ, ફોટો જેવી મહત્વપૂર્ણ માહિતી ચોરી કરે છે. ઉલ્લેખનીય છે કે સ્પાયવૅર એવો વાઈરસ છે જે ઓનલાઈન પ્રવૃત્તિને સ્ક્રોલ કરીને ખાનગી માહિતી ચોરી કરે છે.

આ પણ વાંચોઃ વિદેશી ઘરે પૈસા મોકલવામાં અવ્વલ છે ભારતીય, 2018માં મોકલ્યા 7,900 કરોડ ડૉલર

આ રીતે બચો

સ્પાયવેરથી બચવા માટે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં એન્ટીવાઈરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરીને રાખવું જરૂરી છે. સાથે જ હંમેશા પાઈરેટેડ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાથી બચો. જો તમારા બેન્કમાંથી તમારી જાણ બહાર પૈસા ઉપડી જાય તો તાત્કાલિક કસ્ટરમર કૅરમાં કોલ કરો. અને કાર્ડ બ્લોક કરાવી દો.

news