PubG 33 કરોડની કમાણી સાથે વિશ્વનુ સૌથી વધુ કમાતી એપ બની

11 June, 2019 11:39 PM IST  |  મુંબઈ

PubG 33 કરોડની કમાણી સાથે વિશ્વનુ સૌથી વધુ કમાતી એપ બની

પબજી

મોબાઈલ અને તેના નવા વર્ઝન ગેમ ફોર પીસના કારણે ચીનના ઈન્ટરનેટ પાવર હાઉસ ટેનસેન્ટનું રાજસ્વ મે મહિનામાં એક દિવસનું 48 લાખ ડોલરથી વધારે નોંધવામાં આવ્યુંય.આ સાથે જ તે દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી એપ બની ગઈ છે. મોબાઈલ એપ ઈન્ટેલિજન્સ કંપની સેંસર ટાવરના રિપોટ્ર્સમાં આ જાણકારી આપવામાં આવી છે. મળતી માહિતી (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળતા રાજસ્વને સામેલ નથી કરવામાં આવી) પ્રમાણે, બંને વર્ઝને મળીને મે મહિનામાં કુલ 14.6 કરોડ ડોલરની કમાણી કરીજે એપ્રિલના મહિનામાં થયેલી 65 કરોડ ડોલરની કમાણીની તુલનામાં 126 ટકા વધારે છે. આ પહેલા એપ્રિલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી થઈ હતી.

પબજી મોબાઈલ, ગેમ ફોર પીસથી મેમાં થયેલા કુલ રાજસ્વમાંથી લગભગ 10.1 કરોડ ડોલરનું રાજસ્વ એપ્પલના સ્ટોરથી પ્રાપ્ત થયું, જ્યારે ગૂગલના પ્લેટફોર્મથી કુલ 4.53 કરોડ ડોલરનું રાજસ્વ પ્રાપ્ત થયું.


સેન્સર ટાવરના મોબાઈલ ઈનસાઈટ્સના પ્રમુખ રેંડી નેલ્સને બ્લોગ પોસ્ટમાં લખ્યું કે, પબજી મોબાઈલના બંને વર્ઝનથી થતી કમાણીને એક સાથે મિલાવવાથી તે બીજા નંબર પર રહેલી ગેમ ઓનર ઓફ કિંગ્સથી 17 ટકા વધારે છે, જેણે લગભગ 12.5 કરોડ ડોલરની કમાણી કરી. આ ગેમ પણ ટેનસેન્ટની જ છે. નેલ્સને લખ્યું, એપ સ્ટોર અને ગૂીગલ પ્લે યૂઝર્સે ગત મહિને પબજીના બંને મોબાઈલ સંસ્કરણો પર એવરેજ 48 લાખ ડોલર રોજના ખર્ચ કર્યા.

technology news business news