કૉર્પોરેટ સેક્ટરના રોકાણમાં ૭૨,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની અપેક્ષા

05 August, 2012 04:42 AM IST  | 

કૉર્પોરેટ સેક્ટરના રોકાણમાં ૭૨,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની અપેક્ષા

અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ ૨૦૧૨-’૧૩માં કૉર્પોરેટ સેક્ટરનો પ્લાન કુલ ૨.૭૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો હતો, પરંતુ વર્તમાન આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેતાં આટલું ઇન્વેસ્ટમેન્ટ શક્ય નહીં બને. ઇન્વેસ્ટમેન્ટ અંદાજ કરતાં ૧૪ ટકા ઓછું થશે. રોકાણમાં ૭૨,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની અપેક્ષા છે. પ્રાઇવેટ સેક્ટરના રોકાણમાં ૩૫ ટકાનો ઘટાડો થવાની ગણતરી છે.

 

કયા સેક્ટરમાં ઘટશે?

ક્રિસિલના રિપોર્ટ મુજબ સિમેન્ટ-ઇન્ડસ્ટ્રીમાં નવા રોકાણમાં સૌથી વધુ ઘટાડો જોવા મળશે. છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ ઇન્વેસ્ટમેન્ટની સરખામણીએ ૨૦૧૨-’૧૩માં સિમેન્ટ સેક્ટરમાં નવું રોકાણ ૭૫ ટકા ઘટશે. ટેક્સટાઇલ્સમાં ૭૧ ટકા, ફાર્માસ્યુટિકલ્સમાં ૫૧ ટકા, ટેલિકૉમમાં ૩૫ ટકા, એફએમસીજીમાં ૩૪ ટકા, ઑટોમોબાઇલમાં ૨૬ ટકા તેમ જ ઑઇલ ઍન્ડ ગૅસ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ૧૯ ટકા ઘટશે. ઍરર્પોટ્સ, રોડ્સ અને ર્પોટ્સ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણમાં ૧૭ ટકા; ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં ૨૫ ટકા અને મેટલ્સમાં ૩૧ ટકાનો વધારો થવાની ગણતરી છે.

એફએમસીજી = ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ