અમેરિકાની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે જિયો પ્લેટફૉર્મમાં ખરીદી ભાગીદારી

08 May, 2020 03:26 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે જિયો પ્લેટફૉર્મમાં ખરીદી ભાગીદારી

જિયો

ખાનગી ઇક્વિટી ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ રિલાયન્સ જિયો પ્લેટફૉર્મમાં 2.32 ટકાની ભાગીદારી સાથે 11,367 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. છેલ્લા બે અઠવાડિયામાં ફેસબુક અને સિલ્વર લેકના શૅર અધિગ્રહણ પછી આ જિયો પ્લેટફૉર્મની ત્રીજી ડીલ છે. શુક્રવારે આપેલા નિવેદનમાં રિલાયન્સે કહ્યું કે આ ઇન્વેસ્ટમેન્ટ 4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને 5.16 લાખ કરોડના ઉદ્યમ મૂલ્ય સાથે જિયો પ્લેટફૉર્મ સાથે કરવામાં આવ્યું છે.

આ વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પ્રબંધ નિદેશક મુકેશ અંબાણીએ કહ્યું કે, "હું ખુશીથી વિસ્ટાનું સ્વાગત કરું છું. આ એક મૂલ્યવાન સહયોગી અને વૈશ્વિક પ્રૌદ્યોગિકી ઇન્વેસ્ટરોમાંના એક છે. અમારા અન્ય ઇન્વેસ્ટરોની જેમ જ વિસ્ટા પણ ભારતીય ડિજિટલ ઢાંચાને સતત વધારવા અને બદલવાનો દ્રષ્ટિકોણ દર્શાવે છે જે બધાં જ ભારતીયો માટે લાભદાયક રહેશે."

'વિસ્ટાના ચેરમેન અને સીઇઓ રૉબર્ટ એફ સ્મિથે કહ્યું તે અમે ડિજિટલ સોસાઇટીની ક્ષમતા પર વિશ્વાસ રાખીએ છીએ, જેનું જિયો ભારત માટે નિર્માણ કરે છે. જિયોની વિશ્વસ્તરીય નેતૃત્વવાળી ટીમ સાથે-સાથે એક વૈશ્વિક અગ્રણી તરીકે મુકેશની દૂરદ્રષ્ટિએ આ ડેટા ક્રાન્તિને આગળ વધારવાનું મંચ બનાવ્યું છે. અમે ભારતભરમાં કનેક્ટિવિટી વધારવા માટે જિયો પ્લેટફૉર્મ સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છીએ. તેમણે કહ્યું કે આ આધુનિક ઉપભોક્તા, લઘુ વ્યવસાય અને ઉદ્યમ પ્રદાન કરતા વિશ્વમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.'

અમેરિકાની ખાનગી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ એક વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે. જે ઉદ્યમ સૉફ્ટવેર, ડેટા અને પ્રૌદ્યોગિકીકરણને સક્ષમ કરનારી કંપનીઓ પર ઘ્યાન કેન્દ્રિત કરે છે. રિલાયન્સ દ્વારા એપ્રિલમાં જાહેર કરવામાં આવેલ ફેસબુક ડીલની તુલનામાં વિસ્ટાનું ઇન્વેસ્ટમેન્ટ 12.5 ટકા પ્રીમિયમ પર કરવામાં આવ્યું છે. વિસ્ટાનું જિયોમાં ઇન્વેસ્ટમેન્ટ 2.32 ટકા છે. જેથી આ ફેસબૂકને પાછળ છોડીને જિયોમાં ઇન્વેસ્ટ કરનારી સૌથી મોટી કંપની બની ગઈ છે. વિસ્ટાની ભારતમાં પહેલાથી જ હાજરી છે. તેમના ઇન્વેસ્ટમેન્ટ ધરાવતી કંપનીઓમાં લગભદ 13,000 લોકો નોકરી કરે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સંપૂર્ણ સ્વામિત્વ ધરાવતી અનુષંગી કંપની જિયો પ્લેટફૉર્મ્સ એક આગામી પેઢીની ડિજિટલ પ્રૌદ્યોગિક કંપની છે. આમાં કંપનીની જિયો એપ, ડિજિટલ પરિસ્થિતિ અને ફોન તેમજ હાય સ્પીડ ઇન્ટરનેટ સેવા સામેલ છે. કંપનીની દૂરસંચાર સેવાના દેશભરમાં લગભગ 38.8 કરોડ ગ્રાહકો છે.

આ રિલાયન્સ જિયોમાં ત્રીજું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. આ પહેલા ફેસબુકે જિયોમાં 9.9 ટકા ભાગીદારી 43,534 કરોડ રૂપિયામાં અને સિલ્વર લેકએ 1.55 ટકા ભાગીદારી ખરીદવા માટે 5655 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયાની અંદર જિયો પ્લેટફૉર્મે ટેક્નોલૉજી ઇન્વેસ્ટર્સ પાસેથી 60,596.37 કરોડ રૂપિયા જમા કર્યા છે.

reliance business news mukesh ambani