બંધ થવા જઈ રહી છે PNBની આ સર્વિસ, 30 એપ્રિલ સુધી કરો આ કામ

24 April, 2019 04:41 PM IST  |  મુંબઈ

બંધ થવા જઈ રહી છે PNBની આ સર્વિસ, 30 એપ્રિલ સુધી કરો આ કામ

પીએનબી

PNB 30 એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ PNB Kittyને બંધ કરવા જઈ રહી છે. પીએનબી કિટ્ટી એક ડિજિટલ વૉલેટ છે, જેના દ્વારા ઈ-કૉમર્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. એમાં કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરી ઑનલાઈન ખરીદી કરી શકાય છે. ક્રેડિટ કાર્ડ અથવા નેટબેકિંગની જગ્યાએ પીએનબી કિટીથી પેમેન્ટ કરી શકાય છે. એમાં નેટબેકિંગનો પાસવર્ડ અથવા કાર્ડની જાણકારી ઈત્યાદિ પણ કોઈની સાથે શૅર થતી નથી. પીએનબીનો મોબાઈલ વૉલેટ પીએનબી કિટી હવે બંધ થવાનું છે.

PNBએ PNB Kittyના યૂઝર્સને કહ્યું કે તેઓ પોતાના વૉલેટમાં પડેલા પૈસા 30 એપ્રિલ સુધી અથવા તો ખર્ચ કરી લે નહીં તો IMPSના દ્વારા ટ્રાન્સફર કરી લે. બેન્કે PNB Kittyને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે પીએનબી કિટ્ટી દ્વારા તમે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ 30 એપ્રિલ સુધી કરી શકો છો.

PNB Kitty દ્વારા કરી શકાય છે આ કામ:

- મોબઈલ નંબરના દ્વારા વૉલેટ ટબ વૉલેટ ટ્રાન્સફર

- બેન્ક અકાઉન્ટમાં IMPS દ્વારા ટ્રાન્સફર

- રિચાર્જ (મોબાઈલ/ડીટીએચ ટીવી)

- યૂટિલિટી બિલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન

- ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન

- એની સાથે ક્યૂઆર કોડના દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે

આ પણ વાંચો : રિઝર્વ બેન્ક સરકારને આપી શકે છે 3 લાખ કરોડ રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

PNB Kitty વૉલેટ કેવી રીતે કરવું બંધ:

PNB Kittyને ત્યારે બંધ કરી શકાય છે જ્યારે એનું બેલેન્સ ઝીરો થઈ જશે. જો બેલેન્સ ઝીરો નથી તો યૂઝર્સ એને ખર્ચ કરી શકે છે અથવા પછી IMPS દ્વારા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.

news