મોદી તાજી હવાની લહેરખી છે : માર્કેટિંગ ગુરુ ફિલિપ કોટલર

23 November, 2014 05:22 AM IST  | 

મોદી તાજી હવાની લહેરખી છે : માર્કેટિંગ ગુરુ ફિલિપ કોટલર



બૅન્ગલોરમાં બુધવારે એક કાર્યક્રમમાં કૉર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ, માર્કેટિંગના વ્યવસાયીઓ અને મૅનેજમેન્ટ શૈક્ષણિક સંસ્થાઓના સભ્યો તથા વિદ્યાર્થીઓને સંબોધતી વખતે તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

અનેક રાજકીય વિશ્લેષકોએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ માર્કેટિંગનો ઉપયોગ કર્યો એને લીધે ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૪ની સાવર્‍ત્રિક ચૂંટણીઓમાં સફળતા મળી, પરંતુ કોટલરે આ બાબતે વિપરીત મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મોદીએ માર્કેટિંગ દ્વારા પ્રસિદ્ધિ મેળવી હોવાની ગેરસમજ છે. મને લાગે છે કે તેમની કામ કરવાની રીત તથા તેમનાં મૂલ્યોને લીધે તેઓ આગળ નીકળી શક્યા છે. લોકો મને પણ ઘણી વાર પૂછતા હોય છે કે આજે હું જે કંઈ છું એ મારા માર્કેટિંગના પ્રતાપે છું કે કેમ. હું તેમને એ જ જવાબ આપું છું કે મને મારું કામ ગમે છે અને એ કામ ચાલી નીકળ્યું એ મારું નસીબ કહેવાય.’

મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન વિશે તેમણે કહ્યું હતું કે ‘દેશના માર્કેટિંગ નિષ્ણાતોએ પહેલાં તો ભારતીયત્વ ઝળકે એવી કઈ પ્રોડક્ટ્સ કે બીજી કઈ બાબત આગળ ધરવી છે એ નક્કી કરવાનું રહેશે. એ નિર્ણય લેવાઈ ગયા બાદ એનું સારી રીતે માર્કેટિંગ કરવું.’