જેન્યુઇન સ્ટાર્ટઅપ્સે ટૅક્સ વિશે ભય કે ચિંતાની જરૂર નથી : પીયૂષ ગોયલ

13 February, 2019 09:12 AM IST  | 

જેન્યુઇન સ્ટાર્ટઅપ્સે ટૅક્સ વિશે ભય કે ચિંતાની જરૂર નથી : પીયૂષ ગોયલ

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ

સ્ટાર્ટઅપ્સ પર સૂચિત એન્જલ ટૅક્સ બાબતે ચાલી રહેલા વિવાદ સંદર્ભમાં નાણાપ્રધાન પીયૂષ ગોયલે એવી સ્પક્ટતા કરી છે કે સરકાર જેન્યુઇન સ્ટાર્ટઅપ્સની પાછળ નહીં પડે. જે સ્ટાર્ટઅપ્સ વાજબી માર્ગે નાણાં ઊભાં કરતાં હશે તેમને કોઈને સવાલ નહીં પુછાય એવો ગોયલનો આશય હતો. સંસદમાં સવાલ જવાબ દરમ્યાન તેમણે આ વાત સ્પષ્ટ કરી હતી.

વિરોધ પક્ષોએ એન્જલ ટૅક્સ વિશે સવાલ ઉઠાવતાં પીયૂષ ગોયલે કહ્યું હતું કે એન્જલ ટૅક્સ જેવું કંઈ નથી, પણ કૉન્ગ્રેસના સમયમાં બોગસ કંપનીઓ પ્રીમિયમે શૅરો વેચતી હતી. આવું ફરી ન થાય એ માટે અમે પગલાં લઈ રહ્યા છીએ, જેને લીધે અપ્રામાણિક કંપનીઓના પેટમાં દુખે છે, બાકી પ્રામાણિક કંપનીઓને કોઈ વાંધા નથી અને તેમણે ચિંતા કરવાની પણ જરૂર નથી.

આ પણ વાંચોઃ નાણામંત્રાલયે સંસદની પૂર્વ મંજૂરી વિના ૧૧૫૭ કરોડનો અતિરિક્ત ખર્ચ કર્યો : કૅગ

એન્જલ ટૅક્સ ત્યારે ઊભો થાય છે જ્યારે સ્ટાર્ટઅપ એના ફૅર વૅલ્યુએશન કરતાં ઊંચા ભાવે-પ્રીમિયમે શૅર વેચે છે ત્યારે એ પ્રીમિયમ એની આવક બને છે અને એના પર ૩૦ ટકાના દરે ટૅક્સ લાગી શકે છે. સ્ટાર્ટઅપના કિસ્સામાં વૅલ્યુએશન મુખ્ય બાબત છે, જેમાં ગરબડ ન થાય એ જોવું મહkવનું છે.

piyush goyal