સરકારી ગોડાઉનમાં તુવેરનો ૬.૫૨ લાખ ટનનો જંગી સ્ટૉક

15 February, 2019 08:51 AM IST  | 

સરકારી ગોડાઉનમાં તુવેરનો ૬.૫૨ લાખ ટનનો જંગી સ્ટૉક

પ્રતીકાત્મક તસવીર

દેશમાં સરકારી ગોડાઉનમાં તુવેરનો જંગી સ્ટૉક પડ્યો છે. સરકારી એજન્સી નૅશનલ ઍિગ્રકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ) પાસે તુવેરનો છેલ્લાં બેથી ત્રણ વર્ષ જૂનો કુલ ૬.૫૨ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે. ચાલુ સીઝન વર્ષમાં નાફેડે ૧૧ ફેબ્રુઆરી સુધીમાં કુલ ૭૨,૯૭૦ ટન તુવેરની ખરીદી કરી છે.

નાફેડે ચાલુ વર્ષ દરમ્યાન તેલંગણમાંથી ૫૬,૩૨૭ ટન, કર્ણાટકમાંથી ૧૬,૩૭૫ ટન, ગુજરાતમાંથી ૨૬ ટન, તામિલનાડુમાંથી બે ટનની ખરીદી કરી છે.

નાફેડ પાસે ગુજરાતમાં ૨૦૧૬-’૧૭ના વર્ષની પણ ૨૪૫ ટન તુવેર પડી છે. એ વર્ષે નાફેડે ૫૦,૧૭૬ ટન તુવેરની ખરીદી કરી હતી.

આ પણ વાંચોઃ ટ્રેડ-વૉર અને શટડાઉન બાબતે ટ્રમ્પનું વલણ બદલાતાં સોનું સુધર્યું

નાફેડે ૨૦૧૭-’૧૮ એટલે કે ગત વર્ષ દરમ્યાન સમગ્ર દેશમાંથી ૮.૭૦ લાખ ટનની ખરીદી કરી હતી, જેમાંથી હાલ ૫.૭૮ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે. નાફેડે ગત વર્ષે મહારાષ્ટ્રમાંથી ૩.૩૪ લાખ ટનની ખરીદી કરી હતી, જેની સામે ૨.૮૦ લાખ ટન તુવેર હજી પડી છે. જ્યારે ગુજરાતમાંથી ૭૦ હજાર ટનની ખરીદી સામે ૬૩ હજાર ટન સ્ટૉક પડ્યો છે. તેલંગણમાથી ૭૫,૩૦૦ ટનની ખરીદી સામે માત્ર ૭૦૨ ટન જ તુવેર પડી છે. જ્યારે આંધþ પ્રદેશમાંથી ૫૫,૬૦૦ ટનની ખરીદી કરી હતી અને તમામ તુવેર વેચાણ થઈ ગઈ હતી.