પેટ્રોલ-ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ નહીં મુકાયઃ નીતિન ગડકરી

23 August, 2019 09:17 AM IST  |  નવી દિલ્હી

પેટ્રોલ-ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ નહીં મુકાયઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ નહીં મુકાયઃ નીતિન ગડકરી

ઑટો કંપનીઓને મહત્ત્વની રાહતઆપીને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે નક્કી કર્યું છે કે ઇલેક્ટ્રિક વાહનો(ઈવી) ફરજિયાત બનાવવા માટે કોઈ સમયમર્યાદા રાખવામાં નહીં આવે અને એ જ રીતે પેટ્રોલ-ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ પણ મૂકવામાં
નહીં આવે.
નીતિ આયોગની ડ્રાફટ ગાઇડલાઇન સંદર્ભમાં જવાબ આપતાં પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે ‘આઇસીઈ વાહનો માટે મંત્રાલયે કોઈ ડેડલાઇન નક્કી કરી નથી. ઈવી તરફ ટ્રાન્ઝિશન યોગ્ય રીતે આગળ વધશે. ઇલેક્ટ્રિક મોબિલિટી માટે અમે કોઈ ડેડલાઇન નક્કી નક્કી કરીએ. ઘણી રાજ્ય સરકારો ઇલેક્ટ્રિક બસ ખરીદી રહી છે. ટ્રાન્ઝિશન કુદરતી રીતે થશે.’
સરકારી અધિકારીએ ઈટીને જણાવ્યું હતું કે રોડ પરિવહન અને હાઇવે મંત્રાલય ડીઝલ વાહનો બંધ કરાવવા માટે નીતિ આયોગની ડેડલાઇન લાગુ કરવાનું વિચારી રહ્યું નથી. જોકે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનું જારી રહેશે.
ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ગયા મહિને રાજ્ય સરકારોને ઍડ્‌વાઇઝરી આપીને ઈવીને પ્રોત્સાહન આપવા કહ્યું હતું. એમાં ટૅક્સ રાહત તથા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીનની ફાળવણીનો સમાવેશ છે.

 

 

nitin gadkari business news