Paytmએ લૉન્ચ કરી આ સર્વિસ, હવે માત્ર બે મિનિટમાં મળશે પર્સનલ લોન

06 January, 2021 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Paytmએ લૉન્ચ કરી આ સર્વિસ, હવે માત્ર બે મિનિટમાં મળશે પર્સનલ લોન

પ્રતીકાત્મક તસવીર

હવે પર્સનલ લોન માટે બેન્ક જવાની જરૂર નથી. આ કામ તમે પેટીએમ પરથી કરી શકો છો. પેટીએમે પોતાના ગ્રાહકો માટે પેટીએમ લેન્ડિંગનું નવું ફીચર લૉન્ચ કર્યું છે. જેની મદદથી તમે પર્સનલ લોન માટે અપ્લાય કરી શકો છો. પેટીએમે કહ્યું નવી સર્વિસને કંપનીના ટેક પ્લેટફૉર્મ પર જ બનાવવામાં આવી છે.

દેશની લીડિંગ ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફૉર્મ પેટીએમએ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન સર્વિસ શરૂ કરી છે. સામાન્ય લોકો સુધી પેટીએમની ક્રેડિટ સર્વિસને પહોંચાડવાના હેતુથી આની શરૂઆત કરવામાં આવી છે. પેટીએમની આ સેવાનો લાભ વર્ષ દરમિયાન ક્યારે પણ લઈ શકાય છે અહીં સુધી કે તમે રજાને દિવસે પણ અપ્લાય કરી શકો છે.

પેટીએમ NBFCની ટેક્નોલૉજી અને ડિસ્ટ્રિબ્યૂશન પાર્ટનર છે અને તેમને વેતન મળવનાર, નાના વ્યવસાયના માલિકો અને પ્રૉફેશનલ્સને લોન સર્વિસ પહોંચાડવામાં મદદ મળશે. આ લૉન NBFC અને બેન્ક તરફથી આપવામાં આવશે. આ પગલું ગ્રાહકોને ઔપચારિક નાણાંકીય માર્કેટના વિસ્તારમાં નવું ક્રેડિટ લાવશે અને તે નાના શહેરોના વિસ્તારોના વ્યક્તિઓને પણ સશક્ત બનાવશે, જેમની પાસે પરંપરાગત બૅન્કિંગ સંસ્થાઓ સુધી પહોંચ્યા નથી.

ફક્ત બે મિનિટમાં મળશે લોન
પેટીએમે પર્સનલ લૉન સર્વિસ વર્ષના 365 દિવસના કોઇપણ સમયે ફક્ત 2 મિનિટમાં મળી શકશે. આમાં બે લાખ રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ લોન મળી શકશે. આ લોન ક્રેડિટ 18-36 મહિનાની EMIમાં ચૂકવી શકાય છે. આ સર્વિસ માટે પેટીએમે કેટલીય બૅન્ક અને NBFC સાથે કરાર કર્યા છે. કંપની હવે પ્લેટફૉર્મ પરથી પર્સનલ લૉન સર્વિસનો લાભ ઉઠાવવા માટે નાણાંકીય વર્ષના અંત સુધીમાં 1 મિલિયનથી વધારે યૂઝર્સની પ્લાનિંગ કરે છે.

'લોનને સરળ બનાવવાનો છે હેતુ'
પેટીએમ લેન્ડિંગ સીઇઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું, "અમારો હેતુ ઇન્સ્ટેન્ટ પર્સનલ લૉનને સેલ્ફ ઇમ્પ્લૉઇ, નવા ક્રેડિટ ઇન્ડિવિઝ્યુઅલ્સ અને યંગ પ્રૉફેશનલ્સ માટે સુલભ બનાવવાનો છે, જેમને તત્કાળ ખર્ચના હિસાબ કિતાબ બેસાડવા માટે પર્સનલ લોન સરળતાથી મળી શકે અને તેમના સપના પૂરા કરવામાં કોઇ અડચણ ન આવે."

national news tech news technology news business news