કોરોનાને લીધે નહી થાય સંસદનું શિયાળુ સત્ર, જાન્યુઆરીમાં થશે બજેટ સત્ર

15 December, 2020 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને લીધે નહી થાય સંસદનું શિયાળુ સત્ર, જાન્યુઆરીમાં થશે બજેટ સત્ર

કોરોનાને લીધે થઈ થાય સંસદનું શિયાળુ સત્ર

કોરોના વાઈરસના કારણે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. તે દરમિયાન સંસદનું શિયાળુ સત્ર આ વખતે નહીં થાય. સરકારે જાહેરાત કરી છે કે કોરોના વાઈરસના કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્રનું આયોજન કરવામાં આવશે નહીં. સરકાર હવે જાન્યુઆરીમાં સંસદનું બજેટ સત્ર યોજાશે.

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ કહ્યું કે સંસદના શિયાળુ સત્ર બોલાવવા માટે કૉન્ગ્રેસ અધિર રંજન ચૌધરીને લખેલા તેમના પત્રના જવાબમાં આ વખતે પુષ્ટિ કરી છે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશી દ્વારા કૉન્ગ્રેસ નેતા અધીર રંજનને લખેલા એક પત્ર અનુસાર, સરકાર જાન્યુઆરીમાં બજેટ સત્રની શરૂઆત કરી શકે છે.

સંસદીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ કૉન્ગ્રેસના નેતા અધિર રંજનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ શિયાળુ સત્ર બોલાવવા અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2021 બજેટ સત્ર માટે યોગ્ય છે. સંસદીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ કૉન્ગ્રેસના નેતા અધિર રંજનને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોના સંકટને કારણે આ વખતે સપ્ટેમ્બરમાં ચોમાસુ સત્ર પણ યોજાયું હતું, જેમાં નોંધપાત્ર કાળજી લેવામાં આવી હતી.

પ્રહ્લાદ જોશીએ પોતાના પત્રમાં લખ્યું છે કે ઠંડીની ઋતુ કોરોના સંકટને કારણે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હાલમાં દિલ્હીમાં પણ સતત કેસ વધી રહ્યા છે. હાલ ડિસેમ્બરનો મહિનો અડધો પતી ગયો છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં કોરોનાની વેક્સિન મળી જશે. આવી સ્થિતિમાં મેં અનેક પક્ષોના નેતાઓનો સંપર્ક કર્યો અને તેમની સાથે શિયાળુ સત્ર વિશે વાતચીત કરી.

હકીકતમાં પ્રહ્લાદ જોશીએ કૉંન્ગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીની એક ચિઠ્ઠીનો જવાબ આપ્યો છે, જેમાં અધિર રંજન તરફથી એક સત્રની માંગ કરવામાં આવી હતી. અધિર રંજને ખેડુતોના પ્રદર્શનોને લઈને વિવાદાસ્પદ નવા કુષિ કાયદાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. આ પત્રના જવાબમાં પ્રહ્લાદ જોશીએ જવાબ આપ્યો કે તેમણે તમામ નેતાઓ સાથે પરામર્શ કર્યો અને સર્વસંમતિખી કોવિડ-19ના કારણે સત્ર ન બોલાવવા પર બધા સહેમત થયા હતા

railway budget budget 2020 business news