પામતેલ વાયદો માર્ચ સુધીમાં વધીને ૨૫૦૦ રિંગિટ થવાની દોરાબ મિસ્ત્રીએ કરી આગાહી

30 October, 2014 05:34 AM IST  | 

પામતેલ વાયદો માર્ચ સુધીમાં વધીને ૨૫૦૦ રિંગિટ થવાની દોરાબ મિસ્ત્રીએ કરી આગાહી


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

તેમણે જણાવ્યું હતું કે મલેશિયન પામતેલ વાયદો આગામી થોડાં સપ્તાહો સુધી ૨૧૦૦થી ૨૩૦૦ રિંગિટ વચ્ચે અથડાયેલો રહેશે. ગઈ કાલે મલેશિયન પામતેલ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો ૫૦ રિંગિટ વધીને ૨૨૬૩ રિંગિટ બંધ રહ્યો હતો. પામતેલની સાથે-સાથે સોયાતેલના ભાવ પણ ટૂંક સમયમાં બૉટમઆઉટ થઈને સુધરશે એવી આગાહી કરતાં દોરાબ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચીન અને ભારતની સોયાતેલ અને અન્ય ખાદ્ય તેલોની ડિમાન્ડ આવનારા દિવસોમાં સતત વધતી રહેશે જેને કારણે સોયાતેલના ફ્રી ઑન ર્બોડ આર્જેન્ટિનાના ભાવ ડિસેમ્બર-જાન્યુઆરી ડિલિવરીના વધીને ૭૫૦થી ૮૦૦ ડૉલર પ્રતિ ટન થશે જે હાલ ૭૫૬ ડૉલર ચાલી રહ્યા છે. ભારતીય ખાદ્ય તેલોની માર્કેટ વિશે તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય તેલોનું ઘરેલુ ઉત્પાદન ઘટતાં ભારતને આવતા એક વર્ષ સુધી દર મહિને એક લાખ ટન વધુ ખાદ્ય તેલોની આયાત કરવી પડશે.