પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય ટ્રેડ નૉર્મલાઇઝ કરશે : આનંદ શર્મા

08 December, 2011 06:56 AM IST  | 

પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય ટ્રેડ નૉર્મલાઇઝ કરશે : આનંદ શર્મા

 

ગયા મહિને બન્ને દેશો એ બાબતે સંમત થયા છે કે દ્વિપક્ષીય ટ્રેડ નૉર્મલ કરવા માટે પાકિસ્તાન વર્તમાન પૉઝિટિવ અપ્રોચને બદલે નેગેટિવ લિસ્ટની સિસ્ટમ અપનાવશે. અત્યારે પાકિસ્તાને ભારતથી આયાત માટે ૧૯૦૦ આઇટમને મંજૂરી આપી છે જે પૉઝિટિવ લિસ્ટમાં છે, જ્યારે ભારતે નેગેટિવ લિસ્ટમાં જે થોડીક આઇટમો છે એ સિવાયની બધી જ આઇટમોની ભારતમાં પાકિસ્તાનથી આયાત કરવાની મંજૂરી આપી છે. આ આઇટમો ભારતના નેગેટિવ લિસ્ટમાં છે. ભારત સરકાર ટ્રેડ માટેની આવી જ સિસ્ટમની પાકિસ્તાન પાસેથી આશા રાખે છે જેથી વધારે ઇન્ડિયન ગુડ્ઝ પાકિસ્તાનની માર્કેટમાં પહોંચી શકે.’

આનંદ શર્માએ ઉમેર્યું હતું કે ‘સ્મૉલ નેગેટિવ લિસ્ટ માટે પાકિસ્તાન સંમત થયું છે જે ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીમાં નોટિફાય કરવામાં આવશે. આ લિસ્ટ જાહેર થયા બાદ તેઓ ડેલિગેશન સાથે પાકિસ્તાનની મુલાકાતે જશે. ૨૦૧૨ના અંત સુધીમાં નાનું નેગેટિવ લિસ્ટ પણ નાબૂદ થઈ જશે અને ૫છી પાકિસ્તાન દ્વારા ભારતને મોસ્ટ ફૉર્વર્ડ નૅશન (એચએફએન)ની ટ્રીટમેન્ટ મળશે.’