Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, નિફ્ટી 13,000ની પાર

27 November, 2020 09:39 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, નિફ્ટી 13,000ની પાર

ભારતીય શૅર બજાર

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ શુક્રવારે 65.29 અંકના મામૂલી વધારા સાથે 44,325.03 પર ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં સવારે 9 વાગીને 22 0.17 ટકા 73.87 અંકના વધારા સાથે 44,333.61 પર ટ્રેન્ડ કરતા દેખાયા. આ સમય સેન્સેક્સના 30 શૅરોમાંથી 21 શૅર લીલા નિશાન પર અને 9 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા. સૌથી અધિક એનટીપીસીમાં 2.76 ટકા અને સૌથી વધારે ઘટાડો પાવરગ્રિડમાં 1.62 ટકા જોવા મળ્યો હતો.

ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સના વાત કરીએ તો, આ શુક્રવારે 13,012.05 અંક પર ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટી સવારે 9 વાગીને 25 મિનિટ પર 0.09 ટકા અથવા 12.10 અંકના વધારા સાથે 12,999.10 પર કારોબાર કરતા દેખાયું. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના 50 શૅરોમાંથી 34 શૅર લીલા નિશાન પર અને 16 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. નિફ્ટીના શૅરોમાં સૌથી વધારે તેજી આ સમયે એનટીપીસી, ટાટા મોટર્સ અને ગેલના શૅરમાં જોવા મળી.

bombay stock exchange national stock exchange sensex nifty business news