ONGCએ જાહેર કર્યું ૪૦.૨૨ અબજ રૂપિયાનું બાયબૅક

25 December, 2018 02:23 PM IST  | 

ONGCએ જાહેર કર્યું ૪૦.૨૨ અબજ રૂપિયાનું બાયબૅક

ઓએનજીસી

આ સરકારી કંપનીએ ગઈ કાલે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ એના બોર્ડે પ્રતિ શૅર ૧૫૯ રૂપિયાના ભાવે કંપનીના ૧.૯૭ ટકા શૅરને બાયબૅક કરવાની મંજૂરી આપી છે.

નોંધનીય છે કે સરકાર કોલ ઇન્ડિયા, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ અને ઑઇલ ઇન્ડિયા લિમિટેડ જેવી સરકારી કંપનીઓના શૅરના બાયબૅક દ્વારા ૫૦ અબજ રૂપિયા ઊભા કરવા માગે છે. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને ગયા સપ્તાહે જાહેર કર્યું હતું કે એ ૪૪.૩૫ અબજ રૂપિયાના ૨૯૭.૬ મિલ્યન શૅરને બાયબૅક કરશે તથા બીજા ૬૫.૫૬ અબજ રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવા માટે વાપરવામાં આવશે.

બાયબૅક કરવા ઇચ્છુક અન્ય કંપનીઓમાં નૅશનલ હાઇડ્રો પાવર કૉર્પોરેશન, નૅશનલ ઍલ્યુમિનિયમ કંપની, નૈવેલી લિગ્નાઇટ કૉર્પોરેશન, કોચીન શિપયાર્ડનો સમાવેશ થાય છે. એનાથી સરકારને આશરે ૩૦ અબજ રૂપિયા મળશે. ઑઇલ ઇન્ડિયાએ ગયા મહિને ૧૦.૮૫ અબજ રૂપિયાના મૂલ્યના શૅરનું બાયબૅક જાહેર કર્યું હતું.

news bombay stock exchange sensex national stock exchange