200 મિલિયન ડૉલરના રોકાણ માટે ઓલા માઈક્રોસોફ્ટ સાથે કરી રહ્યું છે વાત

29 October, 2019 04:58 PM IST  |  મુંબઈ

200 મિલિયન ડૉલરના રોકાણ માટે ઓલા માઈક્રોસોફ્ટ સાથે કરી રહ્યું છે વાત

ઓલા

કેબ સર્વિસની દિગ્ગજ કંપની ઓલા હવે કરોડો ડૉલર ભેગા કરવા માટે ટેક્નોલૉજી સેક્ટરની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ સાથે વાતચીત કરી રહી છે. કંપની માઈક્રોસોફ્ટ પાસેથી 1400 કરોડ જેટલી રકમ ભેગી કરવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ વાત અંતિમ ચરણોમાં છે. સાથે જ તેનું પરિણામ 10 થી 15 દિવસોમાં સામે આવી શકે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ મામલે જાણકારી મેળવવા માટે ઓલને ઈ-મેઈલ કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ જવાબ નથી આવ્યો. એટલું જ નહી માઈક્રોસૉફ્ટે પણ આ મામલે કોઈ જ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. મહત્વનું છે કે 2017માં કેબ સર્વિસ અને ટેક્નોલોજી સેક્ટરની આ બંને કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર નિર્માતાઓ માટે નવું સંયુક્ત વાહન મંચ બનાવવા માટે સામે આવી હતી.

સૂત્રોએ જણાવ્યું છે કે ઓલા અને માઈક્રોસોફ્ટ ક્લાઉડ ટેક્નોલોજીમાં પોતાની પાર્ટનરશિપ ચાલુ રાખશે અને તેની સાથે નવી મોબિલિટી ટેક્નોલોજી પર પણ કામ કરશે. મહત્વનું છે કે ઓલાએ હાલમાં જ અમેરિકામાં પોતાનું રિસર્ચ યુનિટ ઉભું કર્યું છે.

કેબ સર્વિસ પ્રોવાઈડર ઓલાની સેવા હાલમાં ભારત, બ્રિટેન, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોના લગભગ 20 કરોડ લોકો લઈ રહ્યા છે. જેના રોકાણ કારોમાં રતન ટાટા, હ્યુંડાઈ મોટર, કિયા મોટર જેવાનો સમાવેશ થાય છે. ઓલા અત્યાર સુધીમાં 3 અરબ ડૉલરનું ફંડ ભેગુ કરી ચુકી છે. બેંગ્લુરૂ સ્થિત કંપની આગામી કેટલાકર વર્ષોમાં આઈપીઓ લૉન્ચ કરવાની યોજના પણ બનાવી રહી છે. ભારતમાં કંપનીને અમેરિકાના કેબ ડ્રાઈવર કંપનીને ઉબર સ્પર્ધા આપી રહી છે.

ola microsoft