05 August, 2023 05:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નાણાં મંત્રાલયે ઑઇલ ઇન્ડિયા લિમિટેડને ‘મહારત્ન’ની શ્રેણીમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે, જે એક પગલું છે જે નાણાકીય નિર્ણયો લેતી વખતે ઑઇલ ઇન્ડિયાના બોર્ડને વધુ સત્તાઓ પ્રદાન કરશે.
અપગ્રેડ પછી સરકારી ઑઇલ કંપની ભારતની ૧૩મી મહારત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ બની છે.
ઑઇલ ઇન્ડિયાએ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસની સરકારી કંપની છે જેનું વાર્ષિક ટર્નઓવર ૪૧,૦૩૯ કરોડ રૂપિયા અને ૯૮૫૪ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો છે.
અન્ય પોસ્ટમાં જાહેર સાહસોના વિભાગે શૅર કર્યું કે નાણાપ્રધાને ઓએનજીસી વિદેશ લિમિટેડને નવરત્ન અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે અને આ સાથે એ દેશની ૧૪મી નવરત્ન સરકારી કંપની બનશે.