ઑઇલ ઍન્ડ ગૅસ તથા મેટલ્સ શૅરોમાં ઘટાડો થતાં બજારે થાક ખાધો

01 November, 2011 06:45 PM IST  | 

ઑઇલ ઍન્ડ ગૅસ તથા મેટલ્સ શૅરોમાં ઘટાડો થતાં બજારે થાક ખાધો



(શૅરબજારનું ચલકચલાણું - કનુ જે. દવે)

સુધારામાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, બૅન્કિંગ અને ટેક્નૉલૉજી ક્ષેત્રનું યોગદાન રહેતાં આ આંકો અનુક્રમે ૧.૦૪ ટકા, ૦.૭૨ ટકા અને ૦.૧૦ ટકા સુધરી ૪૧૯૬.૫૯, ૧૧,૪૫૪.૦૩ અને ૫૮૨૮.૨૬ના સ્તરે બંધ રહ્યા હતા.

ગઈ કાલે એશિયન બજારો પણ નેગેટિવ ઝોનમાં બંધ રહ્યા હતા. હેન્ગ સેંગ પોણો ટકો ઘટી ૧૯,૮૬૪, સોલ કમ્પોઝિટ અને સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ ૧-૧ ટકો ઘટી ૧૯૦૯ અને ૨૮૬૯ના સ્તરે બંધ રહ્યા હતા.

સેક્ટરલ આંકમાં ઑઇલ ઍન્ડ ગૅસ આંક સૌથી વધુ ૨.૦૯ ટકા ઘટી ૮૯૮૭.૫૨ બંધ રહ્યો હતો. આ આંકનું પ્રતિનિધિત્વ કરતા બીપીસીએલ, એસ્સાર ઑઇલ, ઓેએનજીસી અને રિલાયન્સ બે ટકાથી વધુ ઘટી અનુક્રમે ૬૨૩.૨૫, ૮૬.૮૫, ૨૭૮.૨૦ અને ૮૭૭.૭૫ રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા. આંકનું પ્રતિનિધિત્વ કરતા બાકીના તમામ શૅરો પણ માઇનસમાં જ રહ્યા હતા. બીએસઈના ૧૩ સેક્ટરલ આંકમાંથી ત્રણ જ વધ્યા હતા, જ્યારે ૧૦ ઘટીને બંધ રહ્યા હતા. મેટલ આંક પણ ૧.૯૭ ટકા ઘટી ૧૧,૯૦૪.૧૦ બંધ રહ્યો હતો. આ આંકમાંના હિન્દાલ્કો અને સ્ટરલાઇટ ૪-૪ ટકા ઘટી ૧૩૬.૩૫ અને ૧૨૭.૪૫ના સ્તરે બંધ રહ્યા હતા.

મારુતિના માનેસર પ્લાન્ટમાં પ્રોડક્શન ડિસેમ્બર-એન્ડ સુધીમાં નૉર્મલ થશે

મારુતિના માનેસર પ્લાન્ટમાં પ્રોડક્શન નૉર્મલ થતાં આ વર્ષનો એન્ડ આવી જશે એવું કંપનીએ જણાવ્યું હતું. માનેસરમાં ત્રિપક્ષી કરાર થયા બાદ હવે પરિસ્થિતિ થાળે પડી છે અને ડિસેમ્બર-એન્ડ સુધીમાં નૉર્મલ લેવલે પ્રોડક્શન પહોંચશે એવો નર્દિેશ કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે જૂનમાં હડતાળ પડી એ પૂર્વે આ પ્લાન્ટ દૈનિક ૧૨૦૦ કારનું ઉત્પાદન કરતો હતો.

સપ્તાહાંતે નબળાં પરિણામોની જાહેરાત કરનાર મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ૧૧૧૮.૪૫ના શુક્રવારના બંધ સામે એનએસઈમાં વાયદામાં ૧૦૬૮ના સ્તરે ગૅપથી નીચે ખૂલી ૧૦૫૧નું તળિયું નોંધાવતાં ૬.૦૩ ટકાની ડીપ મારી હતી. જોકે ૧૧ વાગ્યા બાદ સતત સુધરી વધીને ૧૧૨૫.૫૦ થઈ ૧૧૧૯.૮૦ બંધ રહેતાં ૦.૧૨ ટકા પ્લસમાં બંધ આવી ગયો હતો. લગભગ બે મહિના સુધી માનેસર પ્લાન્ટમાં હડતાળ અને કામદાર-અશાંતિને કારણે ડિસ્ટર્બન્સ રહેતાં સેકન્ડ ક્વૉર્ટરનાં પરિણામ પર વિપરીત અસર અપેક્ષિત હતી અને એથી જ પરિણામો આવ્યા બાદ સ્ટેબલ થઈ પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યો હતો. એનએસઈ કૅશ સેક્શનમાં ૨૨.૦૬ લાખ શૅરના કામકાજે ૧૧૮૬.૧૫ બંધ રહ્યો હતો.

કંપની પરિણામ

સેકન્ડ ક્વૉર્ટરમાં જાહેર ક્ષેત્રની બૅન્ક ઑફ બરોડાનો નેટ નફો ૧૪.૩૩ ટકા વધી ૧૧૬૬.૦૮ કરોડ રૂપિયા થઈ ગયો હતો. ગત વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં બૅન્કે ૧૦૧૯.૮ કરોડ રૂપિયાનો નેટ નફો કર્યો હતો. સેકન્ડ ક્વૉર્ટર્સમાં બૅન્કની ટોટલ ઇન્કમ ૫૮૩૯.૯૬ કરોડ રૂપિયા પરથી વધીને ૭૯૮૫.૭૮ કરોડ રૂપિયા થઈ હતી.

કૉલગેટ પામોલિવે જાહેર કરેલાં સેકન્ડ ક્વૉર્ટરનાં પરિણામમાં હૈદરાબાદનો પ્લાન્ટ કર્મચારીઓને વીઆરએસ ચૂકવી દઈને બંધ કર્યો એની અસરથી મામૂલી ઘટાડો નોંધાયો હતો. કંપનીનો નેટ નફો ૧૦૦.૩૦ કરોડ રૂપિયાથી ઘટી ૯૯.૬૮ કરોડ રૂપિયા આ સેકન્ડ ક્વૉર્ટરમાં થઈ ગયો હતો. કંપનીએ ૮.૨૨ કરોડ રૂપિયાનું વીઆરએસ પેમેન્ટ કર્યું હતું.

ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં ૨૧૪૨ કરોડ રૂપિયાનો નફો દેખાડનાર ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડે (બીપીસીએલ) આ વર્ષે સેકન્ડ ક્વૉર્ટરમા ૩૨૨૯ કરોડ રૂપિયાની નેટ ખોટ કરી હતી. નેટ સેલ્સ ૧૯.૪૦ ટકા વધીને ૪૨,૨૮૨ કરોડ રૂપિયા થયું હતું.

ડિશ ટીવીએ ક્વૉર્ટરલી ગાળામાં ૪૮ ટકાના વધારા સાથે ૪૮૨ કરોડ રૂપિયાની આવક પર આઠ ટકાની પીછેહઠમાં ૪૮૫૬ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે.

જે. બી. કેમિકલ્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૧ ટકાના ઘટાડા સાથે ૧૬૧ કરોડ રૂપિયા જેવું વેચાણ મેળવ્યું છે, પણ નેટ પ્રૉફિટ ૧૨૯૦ ટકા વધીને ૬૨૦ કરોડ રૂપિયા નજીક આવ્યો છે. નફામાં આટલી વૃદ્ધિ રશિયન બિઝનેસના ૭૬૦ કરોડ રૂપિયાના વેચાણ થકી થયેલી વન-ટાઇમ આવકનું પરિણામ છે.

ટૉરન્ટ કેબલ્સે ક્વૉર્ટરલી ગાળામાં સાત ટકાના વધારા સાથે ૬૫૪૨ લાખ રૂપિયાની આવક પર ૧૫ ટકાના વૃદ્ધિદરથી ૨૧૬ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે.

બાયોકોને ક્વૉર્ટરલી ગાળામાં સ્ટૅન્ડ-અલોન ધોરણે ૧૩ ટકાના વધારા સાથે ૩૭૮ કરોડ રૂપિયાની આવક ઉપર ૨૨ ટકાના ઘટાડામાં ૬૮ કરોડ રૂપિયા ચોખ્ખો નફો મેળવ્યો છે.

એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝે ક્વૉર્ટરલી ગાળામાં ૨૮ ટકાના વધારા સાથે ૧૮૪ કરોડ રૂપિયાની આવક અને ૩૦ ટકાના વૃદ્ધિદરથી ૬૦૨ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ મેળવ્યો છે.

મદ્રાસ ફર્ટિલાઇઝર્સે ૧૨૨ ટકાના વધારા સાથે ૫૫૭ કરોડ રૂપિયાથી વધુની આવક પર ૪૩૩૪ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો (૩૨૪૬ લાખ રૂપિયાની નેટ લૉસ) દર્શાવ્યો છે.

રાલીઝ ઇન્ડિયાએ ક્વૉર્ટરલી ગા ળામાં ૧૮ ટકાના વધારા સાથે ૪૩૦ કરોડ રૂપિયાની આવક મેળવી છે, પણ નેટ પ્રૉફિટ નહીંવત્ ઘટીને ૫૮૫૨ લાખ રૂપિયા નોંધાયો છે.

બજાજ ફિનસર્વે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બાવન ટકાના વધારા સાથે ૭૧૪ કરોડ રૂપિયાની આવક પર ૧૨૮ ટકાના વૃદ્ધિદરથી ૧૫૮ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે.