જપાનની એનટીટી ડોકોમો તાતા ટેલિસર્વિસિસમાં હોલ્ડિંગ નહીં વધારે

27 October, 2012 06:59 AM IST  | 

જપાનની એનટીટી ડોકોમો તાતા ટેલિસર્વિસિસમાં હોલ્ડિંગ નહીં વધારે



ઇકૉનૉમિક સ્લોડાઉન અને ભારતમાં અત્યારે ટેલિકૉમ સેક્ટરમાં પૉલિસી બાબતે અચોક્કસતાની સ્થિતિ છે એટલે કંપનીએ રોકાણ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે.

એનટીટી ડોકોમોએ તાતા ટેલિસર્વિસિસમાં ૨૦૦૮માં રોકાણ કર્યું હતું. તાતા ટેલિસર્વિસિસની ઇક્વિટીમાં કંપનીનું હોલ્ડિંગ ૨૬ ટકા જેટલું છે.

આ વર્ષે કંપની પાસે તાતા ટેલિસર્વિસિસમાં એનો હિસ્સો વધારીને ૩૫ ટકા કરવાનો ઑપ્શન હતો, જે કંપની વાપરવા નથી માગતી. હવે ૧૨ મહિના પછી કંપની હોલ્ડિંગ વધારીને ૫૧ ટકા કરી શકશે. વર્તમાન ૨૬ ટકા હોલ્ડિંગ તાતા ગ્રુપને પાછું વેચી દેવાનો વિકલ્પ પણ કંપની પાસે છે.

એનટીટી = નિપ્પોન ટેલિફોન ઍન્ડ ટેલિગ્રાફ