13 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE)ને મન્થ્લી ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સ શરૂ કરવાની મંજૂરી સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) પાસેથી પ્રાપ્ત થઈ છે. ઇલેક્ટ્રિસિટી ઍક્ટ, ૨૦૦૩ હેઠળ શરૂ કરવામાં આવેલા લાંબા ગાળાના માળખાકીય સુધારા હેઠળ દેશની ઊર્જા બજારોને પ્રગાઢ બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
આ પ્રસંગે NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું, ‘વિસ્તૃત ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ ઇકોસિસ્ટમના NSEના વિઝનની આ માત્ર શરૂઆત છે. કૉન્ટ્રૅક્ટ ફૉર ડિફરન્સ (CFD) અને અન્ય લાંબા ગાળાના ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ જેવા કે ત્રિમાસિક અને વાર્ષિક કૉન્ટ્રૅક્ટ્સ લોન્ચ કરવાની યોજના પણ છે, જે નિયામકની મંજૂરીઓને આધીન છે.’