28 December, 2024 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષકુમાર ચૌહાણ, ડૉ. મનમોહન સિંહ
દેશના આમૂલ આર્થિક સુધારાનો પ્રારંભ જેમના હસ્તે થયેલો તે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ(NSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે મનમોહન સિંહ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે NSEની સ્થાપના દેશના પ્રથમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કરવામાં આવી હતી.
આશિષકુમારે આ સાથે નાની વિડિયો-ક્લિપ પણ શૅર કરી હતી, જેમાં NSEના ઉદ્ઘાટનની જૂની તસવીરો સહિત મનમોહન સિંહના NSEની સ્થાપનામાં પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે. NSEની સ્થાપના એક મોટો નીતિવિષયક નિર્ણય હતો, જેમાં એવા એક્સચેન્જની સ્થાપનાની પરિકલ્પના કરાઈ હતી કે એનું સંચાલન ટેક્નૉલૉજી આધારિત હશે અને એના મૅનેજમેન્ટમાં બ્રોકરોની કોઈ દરમ્યાન ગીરી નહીં હોય.