મુરતના સોદાના દિવસે વાયદાનો પણ ફર્સ્ટ ડે હોવાથી એક્સાઇટમેન્ટ દેખાશે

22 October, 2011 06:40 PM IST  | 

મુરતના સોદાના દિવસે વાયદાનો પણ ફર્સ્ટ ડે હોવાથી એક્સાઇટમેન્ટ દેખાશે

સંવત ૨૦૬૮ના મુરત ટ્રેડિંગના આ વિશેષ સેશનનું સેટલમેન્ટ ૩૧ ઑક્ટોબરે યોજાશે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં પણ સંવત ૨૦૬૮ના મુરત ટ્રેડિંગ માટે આ જ સમયની જાહેરાત કરવામાં આવી હતી. યોગાનુયોગ નવેમ્બર વાયદાનો પ્રથમ દિવસ આ વખતે મુરતના સોદાનો દિવસ હશે એથી એફ ઍન્ડ ઓ સેગમેન્ટમાં વધુ એક્સાઇટમેન્ટ જોવા મળે એવી પૂરી સંભાવના છે. એ પછીના દિવસે ૨૭ ઑક્ટોબરે ગુરુવારે નૂતન વર્ષની રજા રહેશે.

ધનતેરસે શૅરબજારમાં ઈટીએફ માટે એક્સટેન્ડેડ ટ્રેડિંગ સેશન


ધનતેરસ સોમવારે છે અને એ દિવસે ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માં સોદા થઈ શકે એ માટે સાડાચારથી ૮ દરમ્યાન એક્સટેન્ડેડ ટ્રેડિંગ સેશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બીએસઈમાં ૧૧ ઈટીએફ લિસ્ટેડ છે, માત્ર એમાં જ સોદા વિશેષ ટાઇમિંગ્સમાં થઈ શકશે.