એનએસઈ વિશ્વનું સૌથી અધિક કો-લોકેશન ક્ષમતા ધરાવતું એક્સચેન્જ બન્યું: વધુ ૨૦૦ ફુલ રેક્સનો પ્રારંભ

10 January, 2025 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ વિશ્વમાં ૧૨૦૦ ફુલ રેક્સ ઇક્વિવેલન્ટ (એફ.આર.ઈ.) સાથે સૌથી અધિક કો-લોકેશનની ક્ષમતા ધરાવતું એક્સચેન્જ બન્યું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (એન.એસ.ઈ.આઇ એલ.)ના પ્રિમાઇસિસમાં કો-લોકેશન ક્ષમતાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ સાથે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ વિશ્વમાં ૧૨૦૦ ફુલ રેક્સ ઇક્વિવેલન્ટ (એફ.આર.ઈ.) સાથે સૌથી અધિક કો-લોકેશનની ક્ષમતા ધરાવતું એક્સચેન્જ બન્યું છે.

એક્સચેન્જે વિવિધ વેરિયેન્ટ્સના નવા ૧૧મા અને ૧૨મા તબક્કામાં ૨૦૦થી અધિક એફ.આર.ઈ. દાખલ કરી છે. અત્યારે ૨૦૦થી અધિક મેમ્બર્સે કો-લોકેશન ફૅસિલિટી પ્રાપ્ત કરી છે અને ૧૦૦થી અધિક મેમ્બર્સે એક્સચેન્જ દ્વારા પૂરા પાડવામાં આવતા કો-લોકેશન ઍઝ  અ સર્વિસ (સી.એ.એ.એસ.) મૉડલ મારફતે કો-લોકેશન સર્વિસ પ્રાપ્ત કરી છે.

દેશના નાણાકીય બજારના વિકાસ અને બજાર સહયોગીઓની માગને ધ્યાનમાં લઈને એક્સચેન્જ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં એક્સચેન્જ પ્લાઝા, બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ સાઇટ ખાતે આગામી ત્રણ મહિનામાં ક્ષમતા વધારીને ૧૫૦૦ રેક્સની કરશે. આ ઉપરાંત એક્સચેન્જ આગામી બે વર્ષમાં એફ.આર.ઈ. વધારીને આશરે ૨૦૦૦ કરવાની યોજના ધરાવે છે.

business news stock market national stock exchange share market india