દુબઈ એરપોર્ટ પર ચાલશે ભારતીય ચલણ, રૂપિયાથી કરી શકશો ડ્યુટી ફ્રી શોપિંગ

04 July, 2019 02:20 PM IST  |  દુબઈ

દુબઈ એરપોર્ટ પર ચાલશે ભારતીય ચલણ, રૂપિયાથી કરી શકશો ડ્યુટી ફ્રી શોપિંગ

દુબઈ એકપોર્ટ પર ચાલશે ભારતીય ચલણ


જો તમે દુબઈ ફરવા જઈ રહ્યા છો અને તમને એ વાતની ચિંતા છે કે તમારે ત્યાં જઈને કરન્સી બદલવી પડશે તો તમારા માટે એક સારા સમાચાર છે. સંયુક્ત આરબ અમીરાતના એક જાણીતા અખબારના અનુસાર, ભારતીય કરન્સી હવે દુબઈના તમામ એરપોર્ટ પર લેણદેણ માટે સ્વીકાર કરવામાં આવશે.

ભારતીય કરન્સીની સ્વીકૃતિ પર્યટકો માટે સારા સમાચાર છે કારણ કે પહેલા તેમને એક્સચેન્જ રેટ્સના કારણે વધુ રકમ ચુકવવી પડતી હતી. ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, ભારતીય મુદ્રા હવે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના તમામ ત્રણ ટર્મિનલ અને અલ મકતૌમ એરપોર્ટ પર સ્વીકાર્ય છે.

આ પણ વાંચોઃ IRCTC આપી રહી છે સસ્તામાં દુબઈ ફરવાની તક, જાણો વિગતો

દુબઈના એક ડ્યુટી ફ્રી કર્મચારીએ જણાવ્યું કે અમે ભારતીય રૂપિયાનો સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું છે. ગયા વર્ષે દુબઈ એરપોર્ટ પરથી લગભગ 9 કરોડ મુસાફરો પસાર થયો હતો. જેમાંથી પસાર થતા 1 કરોડ 22 લાખ ભારતીયો હતો. ભારતીય મુસાફરોને પહેલા ડૉલર રૂપિયા બદલવો પડતો હતો. દુબઈમાં ડ્યુટી ફ્રી દુકાનો પર શોપિંગ કરતા પહેલા ભારતીય મુસાફરોને રૂપિયાને દિરહમ કે યૂરો કરન્સીમાં બદલવી પડતી હતી. ડિસેમ્બર 1983માં ડ્યુટી ફ્રી દુકાનો ખુલ્યા બાદ ભારતીય કરન્સી 16મી એવી કરન્સી છે જેને લેણદેણ માટે સ્વીકાર કરવામાં આવશે.

dubai world news