હવે હૉન્ડા મોટર કંપની ગ્રુપ પણ ગુજરાતમાં

15 November, 2011 10:15 AM IST  | 

હવે હૉન્ડા મોટર કંપની ગ્રુપ પણ ગુજરાતમાં



કંપની સાથે સંકળાયેલાં સાધનો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ કંપની ટૂ-વ્હીલરની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવા માટે બે નવા પ્લાન્ટ્સ સ્થાપવાની યોજના ધરાવે છે. એમાંથી એક પ્લાન્ટ ગુજરાતમાં અને બીજો ઉત્તરાખંડમાં સ્થાપવાનો પ્લાન છે.

કંપનીના ઉચ્ચ અધિકારીઓએ છેલ્લા ત્રણેક મહિનામાં ગુજરાતની મુલાકાત લઈને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી છે. કંપનીને નવા પ્લાન્ટ માટે ૨૫૦ એકર જમીનની જરૂર પડશે. આ પ્લાન્ટમાં ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન છે.

કંપનીના અત્યારે હરિયાણા અને રાજસ્થાનમાં બે પ્લાન્ટ્સ છે જેની કુલ પ્રોડક્શન કૅપેસિટી ૨૮ લાખ વાહનોની છે. કંપની કર્ણાટકમાં ત્રીજો પ્લાન્ટ સ્થાપી રહી છે, જેમાં ૨૦૧૩માં ઉત્પાદન શરૂ થશે. આ પ્લાન્ટની ક્ષમતા ૧૨ લાખ વાહનોની હશે. હવે કંપની ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બે પ્લાન્ટ્સ સ્થાપવાનો પ્લાન ધરાવે છે, જેની કૅપેસિટી કુલ ૨૫ લાખ વાહનોની હશે.