એક્સર્પોટરોને સરકાર કોઈ જ ઇન્સેન્ટિવ્ઝ નહીં આપે

24 December, 2011 04:15 AM IST  | 

એક્સર્પોટરોને સરકાર કોઈ જ ઇન્સેન્ટિવ્ઝ નહીં આપે



કૉમર્સ સેક્રેટરી રાહુલ ખુલરે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘ખાતર અને ક્રૂડ તેલ પરની સબસિડીના બોજમાં નોંધપાત્ર વધારો થયો છે એટલે ફિસ્કલ ડેફિસિટ વધી રહી છે. આ કારણથી સરકાર નિકાસકારોને કોઈ જ નાણાકીય પ્રોત્સાહન ઑફર કરી શકે એમ નથી. નિકાસકારોએ નિકાસમાં વધારો કરવા માટે નવી માર્કેટ્સ પર વધુ ફોકસ કરવું જોઈએ.’


રાહુલ ખુલરે ઉમેર્યું હતું કે ‘નિકાસકારોને કોઈ નાણાકીય રાહત આપવાનું શક્ય જ નથી, કારણ કે સરકાર પાસે પૈસા જ નથી. નિકાસકારોએ અમેરિકા અને યુરોપની બજારોમાં રિકવરીની રાહ જોવાને બદલે લેટિન અમેરિકા, આફ્રિકા જેવી નવી માર્કેટ્સ પર ફોકસ કરવું જોઈએ. અમેરિકા અને યુરોપની સ્થિતિ સારી રહેવાની નથી એટલે ભારતના નિકાસકારો માટે આગામી બે વર્ષ મુશ્કેલીભયાર઼્ રહેવાનાં છે.’