યસ બૅન્ક પરનો પ્રતિબંધ જલદી હટશે : સીતારમણ

14 March, 2020 08:19 AM IST  |  New Delhi

યસ બૅન્ક પરનો પ્રતિબંધ જલદી હટશે : સીતારમણ

નિર્મલા સીતારમણ

કેન્દ્રીય કેબિનેટની ગઈ કાલની બેઠક પૂરી થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટે યસ બેંકના રિકન્સ્ટ્રક્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે યસ બેંકમાં ભારતીય સ્ટેટ બેંક ૪૯ ટકા ભાગીદારી ખરીદશે. એસબીઆઈ ૩ વર્ષ સુધી પોતાની સ્ટેકને ૨૬ ટકાથી ઓછી કરી શકશે નહીં. આ સિવાય પ્રાઇવેટ લૅન્ડર્સ તેમાં નિવેશ કરશે. પ્રાઇવેટ લેંડર્સ માટે પણ લોક ઇન પીરિયડ ૩ વર્ષ સુધીનો જ રહેશે. જોકે તેના માટે સ્ટેકની લિમિટ ૭૫ ટકા સુધી છે.

કેબિનેટ બેઠક પછી સીતારમણે મીડિયાને મહત્વની જાણકારી આપી હતી કે તે જલદી યસ બેંક મામલે નવું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે.

યસ બેંક ડિપોઝિટર્સ માટે રાહતની વાત એ હશે કે નોટિફિકેશન જાહેર થયાના ૩ દિવસની અંદર મોરેટેરિયમ પીરિયડને ખતમ કરી દેવામાં આવશે. જેનો અર્થ એ છે કે નોટિફિકેશન જાહેર થયાના ૩ દિવસની અંદર યસ બેંકના બધા પ્રતિબંધ હટાવી દેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું છે કે સ્કીમના નોટિફિકેશનના ૭ દિવસની અંદર જ નવા બોર્ડની રચના કરી દેવામાં આવશે. નવા બોર્ડની રચના પછી આરબીઆઈ દ્વારા નિયુક્ત કરેલ પ્રશાસકપ્રશાંત કુમારને હટાવી લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે નવા બોર્ડમાં એસબીઆઇના બે નિર્દેશક પણ સભ્ય હશે.

yes bank business news nirmala sitharaman yes bank crisis