નિફ્ટીમાં ૫૦૦૮ ઉપર રૂખ તેજીની

30 September, 2011 07:09 PM IST  | 

નિફ્ટીમાં ૫૦૦૮ ઉપર રૂખ તેજીની

 

સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ

ઑક્ટોબર વલણમાં પણ ૪૯૬૦ નર્ણિાયક રહેશે અને એની નીચે બંધ આવતાં તેજી કરતાં મંદીની શક્યતા વધશે એ જોતાં ૪૯૦૦નું પુટ ઑપ્શન ખરીદવાની સલાહ છે. ગુરુવારની તેજી મહદંશે છેલ્લી ઘડીની વેચાણકાપણીને આભારી છે, જેનો અણસાર આજ મધ્ય સુધી સુધારા પછી જે શૅરોમાં ગઈ કાલનું બંધ તૂટે એમાં તેજીના વેપારમાં નફો કરવો. નિફ્ટીમાં ગેનનું ટૉપ ૫૧૭૪ અને એ પહેલાં ૫૧૨૦ નજીકની પ્રતિકારક સપાટી છે જ્યાં નિફ્ટીમાં લેણમાં નફો કરવાની સલાહ છે. ૪૯૦૦ની સપાટી તૂટતાં અને એની નીચે બંધ આવતાં તેજીનાં વળતાં પાણી અને ૪૮૧૦ તૂટતાં મહિના દરમ્યાન ૪૫૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.


મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૮૬૦ ઉપર સુધારાની ચાલમાં ૧૬,૯૯૦થી ૧૭,૧૦૦ સુધીનો સુધારો, જ્યારે ૧૬,૫૯૦ નીચે વેચવાલીનું દબાણ વધશે. નિફ્ટી ઉપર જણાવેલ ૫૦૦૮ અને ૪૯૮૫ એ સર્પોટ ઝોન છે અને ઉપરમાં ૫૦૮૦થી ૫૧૨૦ પ્રતિકારક ઝોન છે. ૪૯૮૫ તૂટતાં ૪૯૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

આજ માટે ૮૧૩ નર્ણિાયક સપાટી છે જેની ઉપર ૮૩૦નો ભાવ, જ્યારે ૮૦૩ રૂપિયા તૂટતાં ૭૮૫નો ભાવ.

ભેલ

૧૬૫૩ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૧૬૯૫થી ૧૭૨૦ વચ્ચે નફો કરવો. ૧૬૫૩ ઉપર ૧૬૩૦.

મહિન્દ્ર

૮૦૪ રૂપિયા ઉપર ૭૯૭ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૮૨૯ ઉપર ૮૪૨ વચ્ચે વેચવું.

તાતા મોટર્સ

૧૭૦ રૂપિયાના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. હવે ૧૫૬ રૂપિયા તૂટતાં ૧૪૮ રૂપિયાનો ભાવ.

સ્ટેટ બૅન્ક

૧૯૬૨ રૂપિયા નીચે ૧૯૮૦ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. ૧૯૪૦ રૂપિયા તૂટતાં ૧૯૧૦ રૂપિયા.