નિફ્ટીમાં ૫૦૪૦ મહત્વની પ્રતિકારક સપાટી

28 September, 2011 03:51 PM IST  | 

નિફ્ટીમાં ૫૦૪૦ મહત્વની પ્રતિકારક સપાટી

 

સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ

બજાર માટે પ્રતિકૂળ બે પરિબળો - યુરોપની આર્થિક કટોકટી અને રાજકીય સાઠમારી જેવાં કારણો એકસાથે હળવાં થતાં અને એક્સ્પાયરી નજીક હોવાથી વધ-ઘટ વધુ તીવ્ર અને તોફાની થઈ છે અને સોમવારની ૪૭૫૬વાળી નિફ્ટી આજે ૫૦૫૬ થતાં ૩૦૦ પૉઇન્ટનો ઉછાળો દર્શાવશે અને ગુરુવારે સેટલમેન્ટ ૫૨૦૦ આવશે કે ૪૯૦૦ એ અટકળનો વિષય છે અને આવી વધ-ઘટને કારણે જ ૫૧૦૦નો કૉલ અને ૪૯૦૦નું પુટ ખરીદવાની સલાહ આપી હતી. મંદીધ્યાને ૪૯૩૦માં વેચવાને બદલે ૪૯૦૦નું પુટ ૩૦ રૂપિયાનું નુકસાન જ્યારે ઓપન સોદો કરનારને ૧૫૦નું નુકસાન થાય. ગુરુવાર સુધીમાં ૪૯૫૫ અને ૫૦૭૨ અતિ મહત્વની સપાટીઓ છે. ૫૦૭૨ ઉપર ૫૨૦૦ જ્યારે ૪૯૫૫ નીચે ૪૮૦૦ની શક્યતા છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૫૫૦ ઉપર ૧૬,૬૯૫થી ૧૬,૭૨૫ સુધીનો ઉછાળો અને તોફાની દોર જોતાં એની ઉપર ૧૭,૦૨૫ સુધીનો ઉછાળો, જ્યારે ૧૬,૪૩૦ તૂટતાં વેચવાલીનું દબાણ જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૦૪૦ ઉપર ૫૦૮૨થી ૫૦૯૩ નિર્ણાયક સપાટી છે, જ્યારે નીચામાં ૫૦૨૦ નીચે પ્રથમ ૪૯૬૨ અને વધ-ઘટે ૪૯૦૫ સુધીનો ઘટાડો શક્ય છે.

રિલાયન્સ
૭૯૧ રૂપિયા ઉપર ૮૦૩ રૂપિયાથી ૮૧૪ રૂપિયા વચ્ચે વેચવું, જેનો સ્ટૉપલૉસ ૮૧૭ રૂપિયા રાખવો. ૭૯૧ રૂપિયા તૂટતાં ૭૭૩ રૂપિયા.

સ્ટેટ બૅન્ક

૧૯૯૩ ઉપર ૨૦૨૫ જેની ઉપર બીજા ૬૦ રૂપિયાનો ઉછાળો. ૧૯૯૦ રૂપિયા તૂટતાં ૧૯૬૫ રૂપિયા.

ઇન્ફોસિસ
૨૪૫૦ રૂપિયા ઉપર ૨૪૮૫ રૂપિયાથી ૨૫૨૦ રૂપિયા જયારે ૨૪૨૫ રૂપિયા તૂટતાં ૨૩૮૦ રૂપિયાથી ૨૩૩૦ રૂપિયાનો ભાવ.

તાતા મોટર્સ
૧૬૩ રૂપિયા આસપાસ ૧૬૬ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું અને ૧૫૫ રૂપિયા તૂટતાં ૧૪૭ રૂપિયાનો ભાવ.

ભેલ
૧૬૪૭ રૂપિયા ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૧૬૮૫ રૂપિયા કુદાવતાં ૧૭૩૦ રૂપિયાનો ભાવ.