નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૫૮૫, ૨૫,૬૫૦ અને નીચામાં ૨૫,૩૭૦ મહત્ત્વની સપાટીઓ

16 February, 2026 07:53 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૪૭૬.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૫૮.૬૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૫૧૮.૮૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૯૫૩.૬૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૨,૬૨૬.૭૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૮૮૫ ઉપર ૮૩,૨૬૦, ૮૩,૪૦૦, ૮૩,૫૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૨,૫૩૪ નીચે ૮૨,૪૨૦, ૮૨,૧૩૦, ૮૧,૭૩૦ સુધીની શક્યતા. બજેટના ત્રીજા દિવસે પડેલા મોટા ગૅપ બજારને ભારે પડી ગયા. બજારમાં ભારે ઉતારચડાવ જોવાઈ શકે છે. નદી-નાવ-સંજોગ મુજબ વેપાર કરવો.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૪,૪૦૯ અને ૨૧,૮૬૦ ગણાય. (અગર જો ડાઉન-ટ્રેન્ડમાં ઉછાળો પાછલા ટૉપ પાસે આવે તો આને વહેલાસરની વૉર્નિંગ ગણવી જોઈએ કે ડાઉન-ટ્રેન્ડ અટકવામાં છે અથવા તો ડાઉન-ટ્રેન્ડમાંથી સાઇડવેઝ ટ્રેન્ડ શરૂ થશે. અગર જો રેઝિસ્ટન્સ લેવલ ઓળંગાય તો ડાઉન ટુ અપટ્રેન્ડ રિવર્સલની સંભાવના રહે છે. ડાઉન-ટ્રેન્ડમાં પાછલું બૉટમ ન તૂટે તો આ પરિસ્થિતિ સામાન્ય રીતે ચાલુ ટ્રેન્ડ બદલાશે એવી પહેલી વૉર્નિંગ ગણાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૭૦૬.૭૧ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

રિલાયન્સ (૧૪૧૯.૬૦) ૧૪૮૯.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૯ ઉપર ૧૪૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૧૬ નીચે ૧૪૦૪, ૧૩૯૦, ૧૩૮૬ સુધીની શક્યતા. 

એસ્ટ્રાલ (૧૫૯૬.૫૦) ૧૩૩૨.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૧૬ ઉપર ૧૬૪૬, ૧૬૮૪, ૧૭૨૨, ૧૭૬૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૭૦ નીચે ૧૫૫૦ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૬૦,૩૨૦.૬૦) ૬૧,૨૯૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦,૬૭૫, ૬૦,૯૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૦,૧૪૦ નીચે ૫૯,૮૩૬ તૂટે તો ૫૯,૬૭૦, ૫૯,૪૭૦, ૫૯,૨૬૦, ૫૯,૦૬૦, ૫૮,૮૬૦ સુધીની શક્યતા. 

નિફ્ટી ફ્યુચર (૨૫,૫૧૮.૮૦) : ૨૬,૩૨૦ના ટૉપથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૫૮૫ ઉપર ૨૫,૬૫૦, ૨૫,૭૦૦, ૨૫,૭૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫,૪૭૬ નીચે ૨૫,૩૭૦, ૨૫,૨૬૫, ૨૫,૧૫૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

એમ્ફેસિસ (૨૪૫૮.૪૦) : ૨૯૭૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૦૧ ઉપર ૨૫૨૦, ૨૫૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪૫૬ નીચે ૨૩૯૦, ૨૩૫૫, ૨૩૨૭, ૨૨૬૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

પૉલિકૅબ (૭૫૮૭.૫૦) : ૭૮૪૪.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૬૨૭ ઉપર ૭૭૦૦, ૭૭૭૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૫૭૩ નીચે ૭૫૪૦ તૂટે તો ૭૪૮૧, ૭૪૦૮, ૭૩૩૬, ૭૨૬૩, ૭૧૯૦, ૭૧૧૮, ૭૦૭૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર : તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું. - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty