નિફ્ટી ફ્યુચર: ઉપરમાં ૨૪,૬૭૦ અને નીચામાં ૨૪,૪૦૦ મહત્ત્વની સપાટીઓ

19 August, 2024 07:22 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૩૯૫.૯૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૧૨૨.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૮૪ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૫૮૫.૫૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૬૦.૪૩ પૉઇન્ટના નેટ સુધારે ૮૦,૪૩૬.૮૪ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૫૧૮ ઉપર ૮૦,૮૬૯, ૮૧,૦૧૫, ૮૧,૩૪૫, ૮૧,૭૦૦, ૮૨,૧૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૯,૨૨૮, ૭૮,૮૮૯, ૭૮,૨૯૫ સપોર્ટ ગણાય. શૅરબજાર એટલે આંકડે મધ નહીં, પણ ગળચટું વખ છે આટલું સમજાય તો NO PROBLEM.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ પણ ૨૧,૨૬૫ ગણાય. (મતલબ કે કોઈ પણ જાતની ચેતવણી વગર ટ્રેન્ડ રિવર્સલ ઝડપથી થાય છે અને ચાલુ ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં બજાર ઝડપથી ગતિ પકડે છે. ચાર્ટિસ્ટ આવી પૅટર્નને ઓળખે કેવી રીતે? અને કઈ રીતે લેવા-વેચવાનો નિર્ણય કરી શકે? મુખ્યત્વે વી રિવર્સલ પહેલાંનો ટ્રેન્ડ રનઅવે પ્રકારનો હોય છે જેમાં ઓછા અને સામાન્ય રીતે નાના-નાના સુધારાઓ જોવા મળતા હોય છે. મુખ્યત્વે ઘણા બધા ગૅપ્સ પાછળ છૂટી જતા હોય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૩૯૫.૯૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

એચડીએફસી બૅન્ક (૧૬૩૨.૧૦) : ૧૫૮૮.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૩૪ ઉપર ૧૬૪૭, ૧૬૭૬ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર ૧૬૮૫, ૧૬૯૧ અને ૧૬૯૧ કુદાવે તો ૧૭૦૪, ૧૭૧૫, ૧૭૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૬૧૧ અને ૧૬૦૧ નીચે ૧૫૯૩, ૧૫૮૮ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (૨૯૪૬.૫૩) : ૨૮૫૬.૪૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૫૭ કુદાવે તો ૨૯૬૫, ૨૯૮૭, ૩૦૦૯, ૩૦૩૧, ૩૦૫૩, ૩૦૭૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૯૨૨ નીચે ૨૦૦૫ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૬૨૪.૪૦) : ૫૩,૩૦૧.૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૯૭૭, ૫૧,૦૬૦ ઉપર સુધારાતરફી ગણાય. ત્યાર બાદ ૫૧,૧૫૧, ૫૧,૭૩૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૯,૮૬૫, ૪૯,૮૧૫ મહત્ત્વના સપોર્ટ ગણાય.

૨૩,૯૧૨.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૬૦૬ ઉપર ૨૪,૬૭૦, ૨૪,૮૦૦, ૨૪,૮૮૫, ૨૪,૯૮૫, ૨૫,૧૩૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૪,૪૦૦ સપોર્ટ ગણાય જેની નીચે ૨૪,૨૨૮, ૨૪,૧૨૨, ૨૩,૯૧૨ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

૭૬૬.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૩૯ ઉપર ૮૫૦, ૮૬૦, ૮૭૦, ૮૮૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૨૯ નીચે ૮૧૮ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

૧૧૨૩.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૭૦ ઉપર ૧૧૭૭, ૧૧૯૦, ૧૨૦૪, ૧૨૧૮, ૧૨૩૧, ૧૨૪૪, ૧૨૫૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૬૩ નીચે ૧૧૪૮ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર - એમ સંકેલાઈ ગઈ જીવનકથા તારા વિના, થઈ ગયું પુસ્તક પૂરું ને કંઈક પ્રકરણ રહી ગયાં.      - બેફામ

business news share market nifty sensex mutual fund investment