નિફ્ટી ફ્યુચર ૫૦૬૨ ઉપર ૫૧૧૩ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય

28 September, 2011 03:54 PM IST  | 

નિફ્ટી ફ્યુચર ૫૦૬૨ ઉપર ૫૧૧૩ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય

 

 

મિડ વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી


સોમવારે રાત્રે જોવા મળેલા અમેરિકન બજારોના સુધારા પાછળ મંગળવારે ઉપલા ગૅપથી ૪૯૦૯.૦૦ ખૂલ્યા બાદ ઉપરમાં ૪૯૮૯.૧૦ અને નીચામાં ૪૯૦૫.૫૦ રહી સરવાળે ૧૩૩.૫૫ પૉઇન્ટના સુધારે ૪૯૭૭.૮૫ બંધ રહ્યું, તેમ જ બીએસઈ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૭૭૧.૭૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૬,૧૬૨.૦૬ બંધ રહ્યા બાદ સોમવારે નીચામાં ૧૫,૮૦૧.૦૧ સુધી આવી ૧૧૦.૯૬ પૉઇન્ટના ઘટાડે ૧૬,૦૫૧.૧૦ બંધ રહ્યું. મંગળવારે ઉપલા ગૅપથી ૧૬,૨૮૯.૩૨ ખૂલી વધીને ૧૬,૫૫૧.૬૫ સુધી આવી નીચામાં ૧૬,૨૮૨.૭૪ થઈ દિવસના અંતે ૪૭૨.૯૩ પૉઇન્ટના સુધારે ૧૬,૫૧૪.૦૩ બંધ રહ્યું. ઉપરમાં ૧૬,૫૮૦ ઉપર ૧૬,૮૩૫, ૧૭,૦૦૦, ૧૭,૧૯૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬,૨૮૨ નીચે ૧૬,૨૦૯, ૧૫,૮૦૧, ૧૫,૭૬૫ મહkવના સર્પોટ ગણાય. બજાર દૈનિક ધોરણે ઓવરસોલ્ડ હોવાથી વેચાણકાપણી જોવા મળશે. ગામ ગભરાટમાં ૪૭૫૦ પાસે વેચાણ કરીને ૫૧૦૦ પાસે કપાવીને લેણ કરે છે. સમજ્યા વગરનો કોઈ પણ બાજુનો વેપાર જોખમી નીવડે છે. અગાઉ પણ જણાવી ગયા છીએ એફ ઍન્ડ ઓના વલણના અંતિમ સપ્તાહમાં વેપાર કરનાર સરવાળે નુકસાનીમાં રહે છે.

નિફ્ટી ફ્યુચર (૪૯૭૭.૮૫)

નીચામાં ૪૭૫૬.૧૦ સુધી આવીને વેચાણકાપણીનો ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯૯૦ કુદાવે તો ૫૦૦૫, ૫૦૩૫ અને ૫૦૬૨ પ્રતિકાર સપાટી ગણાય. ૫૦૬૨ ઉપર ૫૧૧૩ અને ૫૧૭૪ની સપાટી રસાકસીની ગણાય. નીચામાં ૪૯૪૫ નીચે ૪૯૧૫, ૪૯૦૫, ૪૮૮૦ અને ૪૮૬૫ સર્પોટ ગણાય.

 

 

હેવેલ્સ ઇન્ડિયા (૩૬૬.૫૦)

૩૧૩ની બૉટમથી વેચાણકાપણીનો ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭૬ કુદાવે તો ૩૮૩ સુધીની શક્યતા. નીચામાં ૩૫૩ નીચે ૩૪૧ અને ૩૩૮ સુધીની શક્યતા.

 

 

તાતા મોટર્સ (૧૫૫.૭૦)

નીચામાં ૨૪૨.૫૦ સુધી આવીને પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૨ ઉપર ૧૬૭ની સપાટી રસાકસીની ગણાય. નીચામાં ૧૫૨ અને ૧૪૮.૫૦ સર્પોટ ગણાય.

 

 

ડીએલએફ (૨૧૭.૩૫) ૧૯૧ની બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૫ કુદાવે તો ૨૩૦ સુધીની શક્યતા. નીચામાં ૨૧૩ અને ૨૦૮ સર્પોટ ગણાય.

 

રિલાયન્સ (૭૯૭.૮૫) નીચામાં ૭૪૮.૫૦ સુધી આવીને પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૫ ઉપર ૮૨૮ કુદાવે તો ૮૫૯ સુધીની શક્યતા. નીચામાં ૭૮૫ નીચે ૭૭૦ સર્પોટ ગણાય.
બૅન્ક નિફ્ટી (૯૬૪૩.૩૦) ૯૧૬૦.૦૫ સુધી આવીને પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૭૦૦ ઉપર ૯૭૬૦ કુદાવે તો ૯૯૬૦ની સપાટી રસાકસીની ગણાય. નીચામાં ૯૬૩૦, ૯૫૪૦ સર્પોટ ગણાય.