નિફ્ટી ફ્યુચર : ૧૭,૮૩૦ નીચે ૧૭,૭૪૦ અને ૧૭,૬૧૭ મહત્ત્વના સપોર્ટ

26 December, 2022 04:00 PM IST  |  New Delhi | Ashok Trivedi

બજાર તેજીતરફી હોય છે ત્યારે હાયર બૉટમ અને હાયર ટૉપની રચના બને  છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૮૩૧.૨૦ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૪૬૪.૭૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૮૬૩.૯૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૪૯૨.૫૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૯,૮૪૫.૨૯ બંધ રહ્યો. ઉપરમાં ૬૦,૩૩૦ ઉપર ૬૦,૮૦૦, ૬૧,૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૯,૭૬૫ નીચે ૫૯,૪૦૦, ૫૮,૯૩૫, ૫૮,૪૭૦ સુધીની શક્યતા જોવા મળશે. સચોટ સંકેતો વિના નવી લેવાલીથી દૂર રહેવું હિતાવહ. આ ગુરુવારે મન્થ્લી એક્સપાયરી છે. ગભરાટમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં, પણ હંમેશાં સારો નફો મળતો હોય તો ઘરભેગો કરવાની સમજણ કેળવવી.નિફ્ટી ફ્યુચર ટૂંકા ગાળાના દૈનિક ચાર્ટ પર ૧૮,૯૯૮.૮૫ના ટૉપ સામે ૧૮,૮૦૭.૫૫નું લોઅર ટૉપ બનાવી ટૂંકા ગાળા બાદ ૧૮,૦૩૦નું બૉટમ તૂટતાં મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી થયો છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય.  ગુજરાતીમાં કહેવત છે કે ‘એકસરખા દિવસ કોઈના કોઈ દી જાતા નથી, એથી જ શાણા સાહ્યબીમાં લેશ ફુલાતા નથી’. એવી જ રીતે શૅરબજારમાં તેજી કે મંદી કાયમી નથી. બજાર તેજીતરફી હોય છે ત્યારે હાયર બૉટમ અને હાયર ટૉપની રચના બને  છે. છેલ્લા ટૉપની સામે જ્યારે લોઅર ટૉપ બને અને પાછલું બૉટમ તૂટે (બે ટૉપ વચ્ચેનું બૉટમ) ત્યારે ટ્રેન્ડ મંદીતરફી થયો એમ સમજવું અને બજાર મંદીતરફી હોય છે ત્યારે લોઅર ટૉપ અને લોઅર બૉટમની રચના બને છે. છેલ્લા બૉટમની સામે જ્યારે હાયર બૉટમ બને અને પાછલું ટૉપ ક્રૉસ થાય (બે બૉટમ વચ્ચેનું ટૉપ) ત્યારે ટ્રેન્ડ તેજીતરફી થયો એમ સમજવું.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૩૬૮.૧૮ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.

સેન્ટ્રલ બૅન્ક (૨૯.૪૦) : ૪૧.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩ ઉપર ૩૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૯ નીચે ૨૭, ૨૪, ૨૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં રોકાણ કરી શકાય.  

દીપક નાઇટ્રેટ (૧૮૮૮.૩૦) : ૨૨૬૩.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૩૦ ઉપર ૧૯૭૩, ૨૦૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮૭૭ નીચે ૧૮૪૫, ૧૮૦૨, ૧૭૬૦ સુધીની શક્યતા જોવા મળશે. ઉછાળે વેચવાલી જોવાશે.   

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૧,૭૩૫.૪૫) : ૪૪,૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨,૦૮૦ ઉપર ૪૨,૩૩૦, ૪૨,૫૭૦, ૪૨,૯૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૧,૬૫૭ નીચે ૪૧,૩૦૦, ૪૦,૮૮૦, ૪૦,૪૬૦, ૪૦,૦૯૦ સુધીની શક્યતા જોવા મળશે.               

નિફ્ટી ફ્યુચર (૧૭,૮૬૩.૯૦)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૦૨૦ ઉપર ૧૮,૧૬૦, ૧૮,૨૫૦, ૧૮,૩૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭,૮૩૦ નીચે ૧૭,૭૪૦, ૧૭,૬૧૭, ૧૭,૪૬૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક (૮૭૮.૯૦)

૯૫૮.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૮૨ ઉપર ૮૯૭, ૯૦૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૭૫ નીચે ૮૬૭, ૮૬૦, ૮૫૩, ૮૪૫, ૮૩૭ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

બજાજ ફિનસર્વ (૧૪૯૭.૦૫)

૧૮૧૭.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૯૨ નીચે ૧૪૫૮, ૧૪૧૦, ૧૩૬૨ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

અહીં તો પડતાં-આખડતાં બધું જાતે જ શીખવાનું,  અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા. -  ગુણવંત ઠક્કર

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty