નિફ્ટી ફ્યુચર ૫૫૪૫ નીચે ૫૫૦૫ મહત્વનો સપોર્ટ

22 November, 2012 06:02 AM IST  | 

નિફ્ટી ફ્યુચર ૫૫૪૫ નીચે ૫૫૦૫ મહત્વનો સપોર્ટ



મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી


બજારનો ટ્રેન્ડ નરમાઈતરફી છે. એફઆઇઆઇની લેવાલી ધીમી પડતી જાય છે. સ્થાનિક સંસ્થાઓ વેચવાલ છે. માટે સચોટ સંકેતો ન મળે ત્યાં સુધી નવી લેવાલીથી દૂર રહેવું હિતાવહ.

નિફ્ટી ફ્યુચર (૫૫૮૩.૮૫) ૫૮૫૫.૬૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫૮૫ ઉપર ૫૬૨૫, ૫૬૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૪૫ નીચે ૫૫૦૫, ૫૪૭૦, ૫૪૩૦ સુધીની શક્યતા.

ગ્રાસિમ (૩૧૫૯.૭૦) ઉપરમાં ૩૫૧૧ સુધી ગયા બાદ નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૨૭ ઉપર ૩૨૬૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૧૦૫ નીચે ૩૦૭૦ તૂટે તો ૨૯૫૦ સુધીની શક્યતા. ૩૧૮૮ નજીકની પ્રતિકાર સપાટી ગણાય.



લાર્સન (૧૫૪૯.૬૦) ૧૭૧૯.૫૦ સુધીનો ઉછાળો દર્શાવી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭૦ ઉપર ૧૫૯૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫૧૫થી ૧૪૯૦ સુધીની શક્યતા.




કર્ણાટકા બૅન્ક (૧૩૬.૪૫) ૧૪૭ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૯ ઉપર ૧૪૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૪ નીચે ૧૩૦થી ૧૨૫ સુધીની શક્યતા.

સ્ટેટ બૅન્ક (૨૦૬૫.૯૦) ૨૩૬૭.૬૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૨૫ ઉપર ૨૧૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૦૫૫ નીચે ૨૦૨૦ની ૧૯૯૦ની રેન્જ ગણાય.

બૅન્ક નિફ્ટી (૧૧૩૫૧.૫૫) ૧૧,૭૯૫ની ટૉપની નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ

તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧,૪૫૦ ઉપર ૧૧,૪૮૫ પ્રતિકાર સપાટી ગણાય, જેની ઉપર ૧૧,૫૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧,૨૦૦ નીચે ૧૧,૦૮૦, ૧૦,૯૬૦ સુધીની શક્યતા.