નિફ્ટીમાં ૫૬૨૭ પ્રતિકારક સપાટી

20 November, 2012 06:15 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૨૭ પ્રતિકારક સપાટી



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


સંસદના શિયાળુ સત્ર દરમ્યાન લેફ્ટ પાર્ટી રીટેલમાં એફડીઆઇના મુદ્દે ચર્ચાને અંતે મતદાન તો મમતા બૅનરજી સીધાં જ સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગે છે અને એ માટે બીજેપી તેમ જ બીજા પક્ષોના સમર્થન માટે પ્રયાસ કરતાં હોવાના સમાચારે બજારમાં લેવાલી અટકીના ઉછાળે વેચવાલી જોવા મળશે, જે ૨૪ નવેમ્બર સુધી રહે એમ માનવું છે. ૯૯ ટકા સરકારને આંચ નહીં આવે, કારણ કે ગુજરાતની ચૂંટણી પૂર્વે બીજેપી રક્ષણાત્મક વલણ અપનાવશે છતાં ઉપર જણાવેલ સપાટીઓ નીચે બંધ આવતાં રાજકીય ઊથલપાથલની સંભાવના વધશે.

મુંબઈ શૅરબજાર આંકમાં નજીકની ૧૮,૩૦૯ અને ૧૮,૨૭૦ દૂરની ટેકાની સપાટી છે. ઉપરમાં ૧૮,૪૫૦થી ૧૮,૫૪૦ સુધીના ઉછાળામાં વેચવું. નિફ્ટીમાં ૫૬૦૪ ઉપર ૫૬૩૭ મહત્વની પ્રતિકારક સપાટી પાસે નફો કરવો. ૫૬૩૭ ઉપર વધુમાં વધુ ૫૬૬૫ સુધીનો ઉછાળો. ૫૫૮૧ તૂટતાં ૫૫૪૮ સુધીનો ઘટાડો.

રિલાયન્સ

૭૬૫ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૭૮૧ ઉપર ૭૯૫ સુધીના ઉછાળામાં વેચવું.

એસીસી

૧૩૮૧ ઉપર ૧૩૬૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૩૯૬ ઉપર ૧૪૧૦નો ભાવ.

સ્ટૅટ બૅન્ક

૨૦૮૦ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૨૧૧૦ કુદાવતાં ૨૧૩૭થી ૨૧૭૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

કોટક બૅન્ક

૬૧૫ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૬૨૭ ઉપર ૬૪૫ સુધીનો ઉછાળો જોવા મળશે.

મારુતિ

૧૪૮૧ના સ્ટૉપલૉસે જ તેજીનો વેપાર જાળવવો અને ઉપરમાં ૧૫૨૦ના સ્ટૉપલૉસે મંદીનો વેપાર ગોઠવવો. ૧૪૮૧ તૂટતાં ૧૪૬૭, ૧૪૫૬ અને ૧૪૩૪.