નિફ્ટીમાં ૫૬૦૪ નીચે રૂખ મંદીની

19 November, 2012 07:30 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૦૪ નીચે રૂખ મંદીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

આંતરરાષ્ટ્રીય સંજોગોમાં યુરોપમાં ફરી આર્થિક કટોકટી દેખાતાં તેમ જ ફરી ચૂંટાઈ આવેલા ઓબામા અમેરિકામાં ધનિક વર્ગ અને કૉર્પોરેટર ક્ષેત્રે ટૅક્સ વધારવાના મૂડમાં હોવાથી ત્યાં પણ બજારો સતત નરમાઈતરફી રહેતાં અહીં છેલ્લા થોડા સમયથી બજાર સાંકડી વધઘટે અથડાયા બાદ ગુરુવારે છેતરામણો સુધારો બતાવ્યા બાદ શુક્રવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પૂર્વે શાણા લોકો તેજીનું ઓળિયું સરખું કરવાનું ક્કી કરતાં છેલ્લા કલાકમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો અને એમાં ગેનની ટર્નિંગની નીચી સપાટી નીચે બંધ આવતાં રૂખ મંદીની શરૂ થઈ છે, જે હવે નિફ્ટીમાં ૫૬૩૦ ઉપર બે દિવસ સળંગ બંધ ન આવે ત્યાં સુધી ઉછાળે વેચવાલી જોવા મળશે. શુક્રવારે ઝડપી ઘટાડો જોવા મળ્યાં બાદ હવે આજે સૂચકઅંકો શુક્રવારની નીચી સપાટી ન તોડે અથવા તોડ્યા પછી સુધરીને શુક્રવારના બંધ ઉપર ચાલતા વેચાણમાં નફો કરવો અને તેજી ધ્યાને આજે જોવા મળેલી નવી નીચી સપાટીનો સ્ટૉપલૉસ રાખવો. સમયની દૃષ્ટિએ ૧૯મીનું વર્કિંગ મહત્વનું છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ઉપર જણાવેલ ૧૮,૩૮૦ નીચે ૧૮,૧૯૦થી ૧૮,૦૮૫ જ્યારે ૧૮,૫૨૦ની સપાટી કુદાવતાં ૧૮,૬૫૬થી ૧૮,૭૩૦ સુધીનો ઉછાળો  જોવા મળશે. નિફ્ટીમાં આજ માટે ૫૫૮૧ નીચે ૫૫૩૭ મહત્વની ટેકાની સપાટી છે, જ્યારે ઉપર જણાવેલ ૫૬૦૪ની સપાટી કુદાવતાં બજારમાં ગભરાટ શમી ૫૬૪૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

સ્ટૅટ બૅન્ક

૨૧૪૦ નીચે રૂખ મંદીની, જેમાં ૨૦૭૦થી ૨૦૪૦ વચ્ચે લેવું. ૨૧૭૮ ઉપર ૨૨૧૫નો ભાવ.

ઇન્ફોસિસ

૨૩૩૦ ઉપર જ રૂખ તેજીની અને ૨૩૭૦ ઉપર ૨૩૯૦થી ૨૪૦૫. ૨૩૩૦ તૂટતાં ૨૨૯૦.

ઍક્સિસ બૅન્ક

૧૨૦૫ ઉપર સુધારાની ચાલમાં ૧૨૩૮ ઉપર ૧૨૫૨ સુધીનો ઉછાળો. ૧૨૦૫ તૂટતાં ૧૧૮૩.

લાર્સન

૧૫૯૦ નીચે ઘટાડાની ચાલમાં ૧૫૩૮નો ભાવ, જ્યારે ૧૬૦૦ કુદાવતાં ૧૬૨૦થી ૧૬૫૫નો ભાવ.

આઇડીએફસી

૧૫૭ ઉપર જ રૂખ તેજીની અને ૧૬૪ ઉપર બંધ આવતાં ૧૭૧નો ભાવ.