સંવત ૨૦૬૯માં ૫૫૨૬ નિર્ણાયક સપાટી રહેશે

13 November, 2012 06:20 AM IST  | 

સંવત ૨૦૬૯માં ૫૫૨૬ નિર્ણાયક સપાટી રહેશે



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


ફુગાવાને ધ્યાનમાં લેતાં રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરાતો નથી એ બજારમાં અવરોધક પરિબળ છે જે દૂર થતાં નિફ્ટીમાં ૨૦૦૮માં જોવાયેલ ઊંચી સપાટી ઓળંગાવાની સંભાવના વધી જશે. છેલ્લા ૧૫ દિવસથી કેજરીવાલ અને કૅગનું આક્રમક વલણ બજારમાં સુધારાની ચાલ જોખમાં મૂકી શકે છે. હમણાં ભલે બીજેપી અને કૉન્ગ્રેસ એને અવગણે, પરંતુ જો આક્ષેપોનો સિલસિલો ચાલુ રહેશે તો બજારમાં ઝડપી કરેક્શન આવી શકે છે. જેનો પ્રથમ સંકેત નિફ્ટીમાં ૫૬૮૫ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૪૮૦ની સપાટી તૂટતાં સમજવો. આજે બજારમાં સાંકડી વધઘટે સુધારાનું વલણ જોવા મળશે અને ગેનની ટર્નિંગના બૉેટમ ઉપર બીજું હાયર બૉટમ મળશે જેની ઉપર ગેનના બૉટમમાં સ્ટૉપલૉસે લેણ જાળવવું અને આજના મુરતનું ટૉપ જેમાં ઓળંગાય એમાં તેજીનો વેપાર વધારવો.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૬૩૦ ઉપર ઉછાળામાં ૧૮,૭૬૦થી ૧૮,૮૨૦ના ઉછાળામાં વેચવું. ૧૮,૬૦૨ ટેકાની સપાટી. નિફ્ટીમાં સંવત ૨૦૬૯ માટે ૫૫૨૬ મહત્વની ટેકાની સપાટી, જ્યારે ઉપરમાં ૫૮૫૬ કુદાવતાં ૬૨૮૦થી ૬૪૫૦ સુધીનો ઉછાળો ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી જોવા મળશે.  સમયની દૃષ્ટિએ ૨૩ નવેમ્બર અને ૨૦ ડિસેમ્બર મહત્વની તારીખો સાબિત થશે. ૫૫૨૬ નીચે ૫૧૯૫ અને ૪૬૩૦ સુધીનો ઘટાડો વહેલી ચૂંટણીના સંજોગોમાં જોવા મળશે.

રિલાયન્સ

આ વર્ષ માટે ૮૫૫ મહત્વની પ્રતિકારક સપાટી છે. નીચામાં ૭૮૦ તૂટતાં ૬૮૫. આજની રેન્જ ૭૮૧-૭૯૭

સ્ટેટ બૅન્ક

૨૨૫૦ મહત્વની પ્રતિકારક સપાટી, જ્યારે ૨૦૨૫ ટેકાની સપાટી રહેશે. આજની રેન્જ ૨૧૭૦-૨૨૧૫.

તાતા મોટર્સ

વર્ષ માટે ૨૮૧ નિર્ણાયક સપાટી જેની ઉપર ૩૨૫થી ૪૦૧. ૨૪૦ તૂટતાં ૧૭૦. આજની રેન્જ ૨૭૫-૨૮૭

તાતા સ્ટીલ

૪૧૭થી ૪૫૯ પ્રતિકારક ઝોન જેની ઉપર ૫૮૦. નીચામાં ૩૪૦ ટેકાની સપાટી. આજની રેન્જ ૩૭૯-૩૮૯.

યુનાઇટેડ સ્પિરિટ

કિંગફિશરને ઊભી કરવા માટે આમાં સટ્ટાકીય તોફાનમાં મંદીવાળા ઊંઘતાં ઝડપાયા છે. ૧૬૯૦ ઉપર ઉછાળામાં ૨૦૧૫થી ૨૧૫૦નો ભાવ. ૧૬૭૦ નીચે ઝડપી ઘટાડો.