નિફ્ટીમાં ૫૭૫૫ ઉપર જ રૂખ તેજીની

09 November, 2012 05:34 AM IST  | 

નિફ્ટીમાં ૫૭૫૫ ઉપર જ રૂખ તેજીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

અત્યાર સુધી જાહેર થયેલાં બૅન્ક-પરિણામો મિશ્ર રહ્યાં છે છતાં બૅન્ક શૅરોમાં સુધારો જોવાયો છે જેની પાછળ બૅન્ક નિફ્ટી અને નિફ્ટીમાં પણ સુધારાનું વલણ રહ્યું છે. આજે જાહેર થનારાં સ્ટેટ બૅન્કનાં પરિણામ બજારની ભાવિ ચાલ માટે નિર્માાયક સાબિત થશે. ગેનની ટર્નિંગમાં પ્રથમ દિવસ જ મહત્વનો હોય છે એ ધ્યાનમાં લેતાં ૮મીના નીચા ભાવો મહત્વના સમજી એના ચુસ્ત સ્ટૉપલૉસે બજારમાં તેજીનો વેપાર જાળવવો તેમ જ વધારવો. તેજી તરફ બ્રેકઆઉટ આવતાં મુહૂર્તના કામકાજના આરંભ સુધી બજારમાં ઝડપી ઉછાળો જ્યારે નીચા ભાવો તૂટતાં કડાકાની પણ સંભાવના છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮૮૦૦ ઉપર જ સુધારાની ચાલ જળવાશે અને ઉપરમાં ૧૮૮૯૦થી ૧૮૯૪૦ જ્યારે ૧૮૭૩૦ તૂટતાં ૧૮૬૮૦ અને ગભરાટમાં ૧૮૫૩૦. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૭૫૫ ઉપર ૫૭૯૦ મહત્વની પ્રતિકારક સપાટી છે જેની ઉપર ૫૮૩૪ જ્યારે ૫૭૪૦ તૂટતાં ૫૬૮૫ સુધીનો ઘટાડો.

તાતા મોટર્સ
૨૭૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૨૯૧થી ૨૯૬ વચ્ચે વેચવું. ૨૭૮ તૂટતાં ૨૬૯.

ઍક્સિસ બૅન્ક

૧૨૨૦ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૧૨૩૦ ઉપર ૧૨૪૦ના સ્ટૉપલૉસે વેચવું. ૧૨૧૧ તૂટતાં ૧૧૯૮.

આઇસીઆઇસીઆઇ

૧૦૮૭ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. હવે ૧૦૭૧ તૂટતાં વધઘટે ૧૦૩૭નો ભાવ.

સ્ટેટ બૅન્ક

પરિણામ પૂર્વે ઉછાળો જોવાયો છે. ૨૨૦૬ તૂટતાં બજારનું સેન્ટિમેન્ટ બગડશે. આમાં ૨૧૪૦ સુધીનો ઘટાડો.

હીરો હૉન્ડા

૧૯૪૧ નીચે ૧૯૪૭ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૯૧૧ તૂટતાં ૧૮૮૫નો ભાવ.