08 November, 2012 08:34 AM IST |
મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી
મંગળવારે ઉપરમાં ૫૭૭૪.૮૦ થઈ નીચામાં ૫૭૨૮.૦૦ સુધી આવી ૩૨.૩૫ પૉઇન્ટના સુધારે ૫૭૭૨.૦૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૧૩૦.૧૧ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૭૫૫.૪૫ બંધ રહ્યા બાદ સોમવારે ૭.૪૨ પૉઇન્ટ નજીવા સુધારે ૧૮,૭૬૨.૮૭ બંધ રહ્યો. મંગળવારે ઉપરમાં ૧૮,૮૨૯.૦૭ થઈ નીચામાં ૧૮,૭૨૬.૮૪ સુધી આવી ૫૪.૫૧ પૉઇન્ટના સુધારે ૧૮,૮૧૭.૩૮ બંધ રહ્યો. ઉપરમાં ૧૮,૯૦૦ ઉપર ૧૯,૦૨૫, ૧૯,૧૩૭, ૧૯,૨૬૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮,૬૬૦ નીચે ૧૮,૫૪૫ સપોર્ટ ગણાય.
બજારમાં અત્યારે સ્ક્રિપ આધારિત વધઘટ જોવા મળે છે. જેનાં પરિણામ સારાં આવે છે એવા શૅરોમાં ઘટાડે સપોર્ટ જોવા મળે છે. એફઆઇઆઇની ધીમી લેવાલી જળવાઈ રહી છે એ સારી બાબત છે. સાધારણ નબળાં પરિણામો હોય તો પૅનિકમાં વેચવું નહીં, કારણ કે એ સ્ક્રિપ એકાદ-બે દિવસ નરમ રહીને પછી સરખી રીતે વેચાણકાપણી આવે છે. આઇડીબીઆઇ બૅન્કના પરિણામ પછી ઘટીને નીચામાં ૯૦ થઈ ગયો. ત્યાર બાદ ઝડપથી ૧૦ રૂપિયા વધી ગયા. માટે સારા શૅરોમાં નીચામાં લઈ શકાય.
પૅન્ટૅલૂન રીટેલ (૧૯૩.૨૫): ૧૭૧.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૯ કુદાવતાં ૨૧૭થી ૨૨૪ સુધીની રેન્જ ગણાય. નીચામાં ૧૮૮ નીચે ૧૮૪ સપોર્ટ ગણાય. ઘટાડે સપોર્ટ મળશે.
એચડીઆઇએલ (૧૦૫.૯૦) : નીચામાં ૯૧.૫૫ સુધી આવીને ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૯૮ તૂટે તો ૯૫ પૅનિક સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૦૮ અને ૧૧૦ કુદાવતાં ૧૧૭ તરફ આગળ વધશે.
બૅન્ક નિફ્ટી (૧૧,૬૫૦) : ૧૧,૨૦૨.૨૦ના બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૧૮,૪૩૦ નીચે ૧૧,૩૧૦ સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૧,૬૯૮ ઉપર ૧૧,૮૦૩ રસાકસીની સપાટી ગણાય.