નિફ્ટીમાં ૫૫૯૦ મહત્વની ટેકાની સપાટી

31 October, 2012 05:36 AM IST  | 

નિફ્ટીમાં ૫૫૯૦ મહત્વની ટેકાની સપાટી



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

છેલ્લા ૧૫ દિવસથી સાંકડી વધ-ઘટમાં અથડાતા બજાર માટે ધિરાણનીતિ પછી બ્રેકઆઉટની ગણતરી હતી એમાં અમેરિકામાં આવેલ સૅન્ડી વાવાઝોડાએ ઘટાડાની તીવ્રતા વધારી છે. ધિરાણનીતિમાં વ્યાજદરમાં ઘટાડો ન આવતાં અને માત્ર સીઆરઆરમાં ઘટાડો આવતાં બૅન્ક શૅરોમાં તીવ્ર ઘટાડાને પગલે બૅન્ક નિફ્ટીમાં ઝડપી ઘટાડાને પગલે તમામ સૂચક અંકોમાં તાજેતરની નીચી સપાટી તૂટતાં હવે એ નીચી સપાટી ઉપર બે દિવસ સળંગ બંધ આવતાં બજારમાં ગભરાટ શમી સુધારાની ચાલ શરૂ થશે. સુધારાની ચાલ શરૂ થવાના બીજા સંકેતરૂપે આજે જેમાં ગઈ કાલના નીચા ભાવો તોડ્યા પછી ગઈ કાલના બંધ કરતાં ઊંચું બંધ આવે એમાં આજના નીચા ભાવના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો. વ્યક્તિગત શૅરોમાં ૫૦ દિવસની મૂવિંગ ઍવરેજના સ્ટૉપલૉસે લેણ કરવું. નિફ્ટી ફ્યુચરમાં ૫૫૬૭ અને બૅન્ક નિફ્ટીમાં એ ઍવરેજ ૧૧,૦૭૫ની છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૩૧૦થી ૧૮,૨૯૦ વચ્ચે વેચાણમાં નફો કરવો અને ૧૮,૩૯૫ ઉપર લેણ કરવું અને ૧૮,૬૨૦ સુધીના સુધારામાં વેચવું. નિફ્ટીમાં ૫૬૩૫ નીચે બંધ આવતાં હવે ૫૫૯૦થી ૫૫૬૭ પાસે તેજીનો વેપાર ગોઠવવો અને ૫૬૦૦નો કૉલ ખરીદવો. આજ માટે ૫૬૭૮ નિર્ણાયક સપાટી છે.

સ્ટેટ બૅન્ક

૨૦૫૧ પાસે ૨૦૨૬ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં હવે ૨૧૧૩ ઉપર ૨૧૬૫નો ભાવ.

બાટા

૮૭૨ના સ્ટૉપલૉસે લેણ કરવું અને ૯૦૦ ઉપર વધારવું તથા ઉપરમાં ૯૨૨ પાસે નફો કરવો.

એલઆઇસી હાઉસિંગ

૨૩૮ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો. ઉપરમાં ૨૪૯ ઉપર ૨૫૬ પાસે વેચવું.

રિલાયન્સ કૅપિટલ

૪૦૨ ઉપર ૩૯૬ના સ્ટૉપલૉસે લેણ કરવું. હવે ઉપરમાં ૪૧૩ ઉપર ૪૨૭ સુધીનો ઉછાળો જોવા મળશે.

ભેલ

૨૧૯ના ચુસ્ત સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો. ઉપરમાં હવે ૨૩૨ કુદાવતાં ૨૪૦ સુધીનો ઉછાળો જોવા મળશે.