નિફ્ટીમાં ૫૬૭૦ ઉપર જ લેણ જાળવવું

29 October, 2012 06:25 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૭૦ ઉપર જ લેણ જાળવવું


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


નવા સપ્તાહમાં ઊઘડતા બજારે કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર અને મંગળવારની ધિરાણનીતિને કારણે બજારમાં બેતરફી વધઘટ જોવા મળશે, જેમાં નિફ્ટીમાં ૫૬૩૫ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૫૧૦ની સપાટી નિર્ણાયક સમજી ત્યાં વેચાણમાં નફો કરવો અથવા એના સ્ટૉપલૉસે લેવામાં ધ્યાન આપવું, કારણ કે એફએફઆઇ તેમ જ એચએનઆઇ દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં ઘણો માલ લેવાયો છે અને ધિરાણનીતિની જાહેરાત પછી તેમની લેવાલી વધુ આક્રમક બનશે જેનો પ્રથમ સંકેત નિફ્ટીમાં ૫૭૪૦ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૬૭૦ ઉપર બંધ આવતાં સમજવો. સમયની દૃષ્ટિએ ૩૦મીનું વર્કિંગ મહત્વનું સમજવું. ૩૦મીના ઊંચા ભાવો ઉપર જેમાં બંધ આવશે એમાં ૮મી પહેલાં ઝડપી ઉછાળો જોવા મળશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ઉપર જણાવેલ ૧૮,૬૭૦ નીચે પ્રથમ ૧૮,૫૨૦ અને એ તૂટતાં ૧૮,૪૧૫ સુધીનો ઘટાડો, જ્યારે ધિરાણનીતિ સાનુકૂળ આવતાં ૧૮,૭૮૦થી ૧૮,૯૨૦ સુધીનો ઉછાળો. નિફ્ટીમાં ૫૬૭૩ નિર્ણાયક સપાટી છે જેની ઉપર ૫૭૧૦થી ૫૭૨૫ વચ્ચે વેચીને વેપાર કરવો. નીચામાં ૫૬૪૬ તૂટતાં ૫૫૯૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૮૦૩ નીચે મંદી રૂખે ૭૮૮થી ૭૬૮નો ભાવ, જ્યારે ૮૧૩ ઉપર ૮૩૦ સુધીનો ઉછાળો.

લાર્સન

૧૭૨૦ પાસે ૧૭૩૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૬૮૮ની સપાટી તૂટતાં ૧૬૪૦નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૨૦૩ નીચે મંદી રૂખે ૨૧૩૫થી ૨૧૧૦ સુધીના ઘટાડામાં લેવું. ૨૨૪૦ ઉપર ૨૩૦૦નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૧૧૦૫ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૧૦૭૦ તૂટતાં ૧૦૫૩થી ૧૦૩૮નો ભાવ.

મારુતિ

૧૩૮૩ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો અને નીચામાં ૧૩૫૦ તૂટતાં ૧૩૩૫ પાસે લેણ કરવું.