નિફ્ટીમાં ૫૭૩૫ નિર્ણાયક સપાટી

23 October, 2012 05:41 AM IST  | 

નિફ્ટીમાં ૫૭૩૫ નિર્ણાયક સપાટી


 
સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ગયા બુધવારથી નીચામાં ૫૬૬૪ની ટેકાની સપાટીથી બજાર બે વાર પાછું ફર્યું છે અને શુક્રવારે નફારૂપી વેચવાલીએ ઘટાડો જોવા મળ્યાં બાદ રાત્રે અમેરિકન બજારોમાં ઝડપી ઘટાડો તેમ જ કિંગફિશર ઍરલાઇન્સનું લાઇસન્સ સસ્પેન્ડ થતાં બૅન્કિંગ ઉદ્યોગનું ૭૫૦૦ કરોડનું ધિરાણ દબાણ હેઠળ આવવાના સંજોગોમાં પણ સોમવારે આરંભિક નરમાઈ બાદ રિલાયન્સ, લાર્સન, ઍક્સિસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્કમાં સુધારાને પગલે બજારમાં અન્ડરટોન સુધારાતરફી રહ્યો છે અને તમામ અંકો ટૂંકા ગાળાની ઍવરેજ પર ફરી બંધ રહેતાં અને હવે એક્સ્પાયરીને માત્ર બે જ દિવસ બાકી હોવાથી રોલઓવરને કારણે થનારી અફરાતફરીમાં ૫૬૮૫ અને ૫૭૩૫ની ટ્રેડિંગ-રેન્જ ધ્યાનમાં રાખવી અને તેજી તેમ જ મંદી ધ્યાનવાળાએ ૫૭૦૦નું પુટ ખરીદમાં સમજદારી છે. સંજોગો અને બજારની ટેãક્નકલ પોઝિશન જોતાં સુધારાની ચાલ જોખમી અને છેતરામણી લાગે છે, જ્યારે એક્સ્પાયરી નજીક હોવાથી તેજીવાળા સટ્ટાકીય પકડના જોરે બજાર ખેંચી અથવા ટકાવી રાખવાની કોશિશ જોતાં ઉપર જણાવેલ રેન્જ મુજબ તેજી-મંદીનો વેપાર કરવો.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૭૩૫ ઉપર જ સુધારાની ચાલ જળવાશે અને ૧૮,૮૭૦ પાસે નફારૂપી વેચવાલી જોવાશે. ૧૮,૭૨૦ તૂટતાં ૧૮,૫૪૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૭૩૫ નીચે ૫૭૫૦ના સ્ટૉપલૉસે વેચવું. ૫૬૭૫ તૂટતાં ૫૬૪૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

૧૧,૬૪૦ નિર્ણાયક સપાટી છે જ્યાં ૧૧,૬૯૦ના સ્ટૉપલૉસે વેચવું. ૧૧,૫૬૭ તૂટતાં ૧૧,૪૮૫ અને વધઘટે ૧૧,૩૭૦ સુધીનો ઘટાડો.

ઍક્સિસ બૅન્ક

૧૨૩૭ નીચે ૧૨૪૮ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૧૨૧૦ તૂટતાં ૧૧૯૮થી ૧૧૭૫ના ભાવ.

રિલાયન્સ

૮૧૯ નિર્ણાયક સપાટી છે જેના સ્ટૉપલૉસે ૮૨૪ ઉપર આમાં તેમ જ બજારમાં સુધારાની ચાલ જોવાય. ૮૦૬ તૂટતાં બજારમાં મંદી ચાલનો પ્રારંભ.

રિલાયન્સ કૅપિટલ

૪૪૩ ઉપર ૪૩૯ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૪૫૨ પાસે વેચવું. ૪૩૧ તૂટતાં ૪૧૯.

સ્ટેટ બૅન્ક

૨૨૪૮થી ૨૨૬૩ ટ્રેડિંગ રેન્જ છે. ૨૨૬૩ ઉપર ૨૨૭૮ જ્યારે ૨૨૪૨ તૂટતાં ૨૨૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે.