નિફ્ટીમાં ૫૬૬૦ નીચે વેચીને જ વેપાર કરવો

16 October, 2012 05:23 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૬૦ નીચે વેચીને જ વેપાર કરવો



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


સોમવારે ફુગાવાના આંક, ઍક્સિસ બૅન્કનું પરિણામ તેમ જ બંધ બજારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પરિણામ હોવા છતાં ફુગાવાના દરમાં અપેક્ષિત અડધા ટકાનો વધારા સામે ઍક્સિસ બૅન્કનું પરિણામ અપેક્ષા અનુસાર આવતાં બજાર બેતરફી વધઘટે અથડાઈ મામૂલી ઘટાડે બંધ રહ્યું હતું. વાસ્તવમાં હમણાં બજારમાં તોફાન પહેલાંની શાંતિ જોવાઈ રહી છે અને બજાર ઓવરબૉટ ઝોનમાં હોવાથી એફએફઆઇની લેવાલી છતાં બજારમાં વ્યાપક સુધારાનો અભાવ જોવાય છે જે બજારમાં સટ્ટાકીય તોફાન કરતાં ઇન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી અને સેક્ટરલ લે-વેચ જોવાય છે. સપ્ટેમ્બરના આરંભમાં ૫૨૦૦ના મથાળે ગામને લેવું ન હતું તેમ હમણાં ૫૭૦૦ના મથાળે તેજીનાં મહદ કારણો આવ્યા બાદ અને યુરોઝોનની કટોકટી ફરી ગૂંચવાતાં અને કેજરીવાલની આક્ષેપબાજીથી ખરડાયેલ રાજકીય વાતાવરણની હાજરીમાં કોઈને વેચવું નથી? બજારમાં મોટી ચાલ ૫૬૭૦ નીચે અથવા ૫૭૪૦ ઉપર જોવા મળશે.

શૅરઆંકમાં ૧૮,૬૮૦ નિર્ણાયક સપાટી છે જેની નીચે ૧૮,૭૬૧ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૧૮,૫૯૦ તૂટતાં ૧૮,૫૪૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ૫૭૦૮ નીચે ૫૭૨૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૬૭૭ તૂટતાં ૫૬૪૪ની સપાટી જોવા મળશે.

એસીસી

૧૫૧૦ના સ્ટૉપલૉસે ૧૪૯૦ નીચે વેચવું. નીચામાં ૧૪૬૪ પાસે લેવું.

ઍક્સિસ બૅન્ક

૧૧૩૦ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. હવે ૧૧૦૯ની સપાટી તૂટતાં ૧૦૮૩નો ભાવ.

રિલાયન્સ

પરિણામો અપેક્ષા મુજબનાં હોવાથી ૮૧૮થી ૮૩૪ની રેન્જ મહત્વની છે. ૮૧૮ તૂટતાં ૮૦૪

સ્ટેટ બૅન્ક

૨૨૫૫ ઉપર જ આમાં અને બજારમાં સુધારાતરફી સેન્ટિમેન્ટ જળવાશે અને ઉપરમાં ૨૩૦૦ સુધીનો ઉછાળો, જ્યારે ૨૨૪૦ તૂટતાં ૨૧૯૭.