નિફ્ટીમાં ૫૬૮૩ નિર્ણાયક સપાટી

15 October, 2012 05:55 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૮૩ નિર્ણાયક સપાટી


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


વીતેલા સપ્તાહના આરંભમાં એસ ઍન્ડ પી અને વર્લ્ડ બૅન્ક દ્વારા ભારતના રેટિંગને ડાઉનગ્રેડ કરવાની સંભાવનાએ તેમ જ ઘણી પીએસયુ બૅન્કોના રેટિંગ પણ વધતી એનપીએને કારણે ડાઉનગ્રેડ કરાતાં બૅન્ક નિફ્ટીની આગેવાનીએ ઘટાડાની ચાલમાં બુધવારે નિફ્ટી ફ્યુચર એની મહત્વની ટેકાની સપાટી ૫૬૩૫ સુધી આવી ગુરુવારે ઇન્ફોસિસના પરિણામ વખતે કોઈ પ્રોત્સાહક જાહેરાતની આશાએ સાધારણ સુધારો જોવા મળતાં તેમ જ મેટલ, રિયલિટી, એફએમસીજી પાવર અને સિમેન્ટ શૅરોમાં લેવાલી રહેતાં ૧૮૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. એ વખતે અને શુક્રવારે પણ તાજેતરની વચગાળાની પ્રતિકારક સપાટી ૫૭૬૬ ઓળંગાઈ નથી એ બજારનો ટૂંકા ગાળાનો વક્કર મંદીતરફી સૂચવે છે. શુક્રવારનું વર્કિંગ જોતાં મેટલ, સિમેન્ટ, હેવી એન્જિનિયરિંગ શૅરો તેમ જ પાવર શૅરોમાં સુધારો જોવા મળતાં સોમવારે આરંભમાં ૫૬૮૦ ઉપર સુધારામાં ૫૭૬૬ ઓળંગાશે તો જ સુધારો, બાકી હવેના સપ્તાહ દરમ્યાન રાજકીય અંધાધૂંધીને કારણે નીચામાં ૫૪૬૦ સુધીના ઘટાડાની શક્યતા છે જેની આગેવાની એફએમસીજી અને ઇન્ડેક્સ હેવી વેઇટ શૅરો લેશે. સપ્તાહ દરમ્યાન સોમવારનું વર્કિંગ મહત્વનું રહેશે. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૭૪૦ નીચે રૂખ મંદીની અને નીચામાં ૧૮,૫૯૪ સુધીનો ઘટાડો, જ્યારે ઉપરમાં ૧૮,૮૦૦ ઉપર જ સુધારાનો વિચાર કરવો. નિફ્ટીમાં ૫૬૮૩ અને ૫૭૨૦ નજીકની ટ્રેડિંગ રેન્જ છે, જ્યારે ૫૭૬૬ ઉપર તેજીતરફી બ્રેકઆઉટ સમજવું, જે સંજોગો જોતાં શક્ય લાગતું નથી. હવે ૫૬૩૦ તૂટતાં ૫૫૮૪.

એસીસી

૧૪૮૫ રૂપિયા ઉપર ૧૫૨૫ રૂપિયાથી ૧૫૪૦ રૂપિયા સુધીના ઉછાળામાં વેચવું. ૧૪૫૮ રૂપિયા નીચે વેચીને વેપાર કરવો.

તાતા સ્ટીલ

૪૧૬ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૪૨૧ ઉપર વધારવું. ઉપરમાં ૪૨૯ પાસે ૮૦ ટકા લેણ વેચવું.

લાર્સન

૧૬૩૫ ઉપર સુધારાની ચાલ જળવાશે અને ઉપરમાં ૧૬૬૪થી ૧૬૮૫ સુધીના ઉછાળામાં લેણમાં નફો કરવો. ૧૬૧૮ તૂટતાં ૧૫૭૦.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

૮૨૩ નીચે ૮૩૧ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૮૦૯ તૂટતાં ૭૯૩નો ભાવ.

ડીએલએફ

૨૧૬ ઉપર જ સુધારાની ચાલમાં ૨૨૩થી ૨૨૬ વચ્ચે વેચવું. નીચામાં ૨૧૩ તૂટતાં ઝડપી ઘટાડો જોવા મળશે.