નિફ્ટીમાં ૫૭૨૬ નીચે રૂખ મંદીની

09 October, 2012 05:39 AM IST  | 

નિફ્ટીમાં ૫૭૨૬ નીચે રૂખ મંદીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ગયા સપ્તાહ દરમ્યાન ગુરુવારે આતિથક સુધારાનો વ્યાપક ડોઝ આપ્યા બાદ શુક્રવારે માનવીય ભૂલ કે પછી વાસ્તવિકતાને ભૂલનું નામ અપાય છે એ વિવાદાસ્પદ છે, પરંતુ નાથી રોકાણકારો અને ટ્રેડર્સમાં ભય વ્યાપ્યો છે કે જો માત્ર ૬૫૦ કરોડના વેચાણથી નિફ્ટીમાં જો સર્કિટ લાગવા જેવી સ્થિતિ ઉત્પન્ન થાય તો જે એફએફઆઇએ માત્ર સપ્ટેમ્બરમાં ૨૦,૦૦૦ કરોડની ખરીદી કરી છે એ જો કોઈક કારણસર ૧૦૦૦ કરોડની વેચવાલી કરે તો બજારની શું હાલત થાય?

શુક્રવારની ઘટના પછી બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે અને ઊંચા મથાળે લેવામાં સાવચેતી જોવા મળશે અને અમુક અંશે એ યોગ્ય પણ છે. સોમવારે  રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ, સ્ટેટ બૅન્ક જેવા હેવીવેઇટ શૅરોમાં વેચવાલીથી ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ બજારમાં ફેલાયેલા ગભરાટને દૂર કરવાના પ્રયાસરૂપે બુધવાર કે ગુરુવાર સુધી એકાદ છેતરામણા ઉછાળાની શક્યતા છે અને ટેક્નિકલી પણ ઘટાડાની ચાલ શરૂ થતાં પહેલાં બજારમાં લૉઅર ટૉપ થવું જરૂરી છે તેમ જ બજારમાં એકતરફી ચાલ ઇન્ફોસિસનું પરિણામ અને આઇઆઇપી આંક પછી જોવા મળશે માટે આજ માટે ૫૭૨૬ ઉપર વેચવાથી દૂર રહેવું.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૮૨૦ નીચે જ રૂખ ઉછાળે વેચવાની છે. નીચામાં ૧૮,૬૮૦ નીચે ૧૮,૬૦૬થી ૧૮,૫૦૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ૫૭૨૬ નીચે ૫૭૪૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૬૪૩ મહત્વની ટેકાની સપાટી છે, જ્યાં વેચાણમાં નફો કરવો અને ૫૬૬૦ ઉપર એના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો.

ઍક્સિસ બૅન્ક

૧૧૧૮ રૂપિયા ઉપર ૧૧૦૭ રૂપિયાના સ્ટૉપલૉસે લેવું. ૧૧૪૩ રૂપિયા ઉપર ૧૧૫૭ રૂપિયાનો ભાવ.

તાતા સ્ટીલ

૪૦૩ના સ્ટૉપલૉસે ૪૦૮ ઉપર લેવું. ૪૧૦ કુદાવતાં ૪૨૨ સુધીનો ઉછાળો.

ડીએલએફ

તેજી ધ્યાને ૨૧૮નો ચુસ્ત સ્ટૉપલૉસ રાખવો અને ૨૩૩ ઉપર લેણ વધારવું તથા ૨૪૮ પાસે વેચવું.

રિલાયન્સ

રિલાયન્સની નરમાઈ બજાર માટે મોટી મંદીનો સંકેત છે અને ૮૪૦ ઉપર બે બંધ ન આવે ત્યાં સુધી એ રૂખ ચાલુ રહેશે. ૮૦૫ નીચે ૭૯૧.

હિન્દ લીવર

૫૬૧ નીચે ૫૬૪ના સ્ટૉપલૉસે વેચવું. ૮૫૩ નીચે બંધ આવતાં ઝડપી નરમાઈ જોવા મળશે.