નિફ્ટીમાં ૫૬૩૦ મહત્વની ટેકાની સપાટી

28 September, 2012 06:10 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૩૦ મહત્વની ટેકાની સપાટી


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

 જ્યારે નીચામાં ૫૬૩૦ તૂટતાં બજારમાં નફારૂપી વેચવાલીનું દબાણ વધશે, જેનો પ્રથમ સંકેત બૅન્ક નિફ્ટીમાં ૧૧,૩૪૦ની સપાટી તૂટતાં પણ સમજવો, કારણ કે બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ જળવાઈ રહેવા માટે બૅન્ક નિફ્ટીમાં તેજી જરૂરી છે.

આર્થિક સુધારાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલિટી ક્ષેત્રે જોવાતી મંદી દૂર કરવા માટે રચનાત્મક પગલાંની અપેક્ષાએ સિમેન્ટ શૅરોમાં ઝડપી સુધારાનો દોર જોવાઈ રહ્યો છે અને હવે એસીસીમાં ૧૪૨૦ નીચે બંધ ન આવે ત્યાં સુધી આ ક્ષેત્રે તેજીની આગેકૂચ જળવાશે. ઑક્ટોબરમાં પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે પ્રવર્તમાન સંજોગોમાં ઓછા વૉલ્યુમે ઝડપી વધઘટમાં ગેનની ટર્નિંગના ઊંચા ભાવના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું, કારણ કે ઝડપથી વધેલા બજારમાં ઉછાળે નવી લેવાલી કરતાં નફારૂપી વેચવાલીની શક્યતા છે જેમાં અપવાદરૂપે ગેનની ટર્નિંગના ટૉપ ઉપર ચાલતા શૅરો રહેશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ટૂંકા ગાળાની ઍવરેજ નીચે શૅરઆંક અને નિફ્ટીમાં બંધ આવ્યું છે જે તેજી થાક ખાશે એમ સૂચવે છે. ૧૮,૬૯૦ નીચે નફારૂપી વેચવાલી જોવાશે અને નીચામાં ૧૮,૪૪૦ સુધીનો ઘટાડો જોવાશે. નિફ્ટીમાં ટૂંકા ગાળાની ઍવરેજ ૫૬૫૫ છે જેની ઉપર ૫૬૮૭ મહત્વની પ્રતિકારક સપાટી ઉપર ૫૭૨૦ સુધીનો ઉછાળો, પરંતુ ૫૬૫૦ નીચે ૫૬૨૦થી ૫૫૮૦ સુધીનો ઘટાડો.

રિલાયન્સ

૮૩૭ નીચે ૮૪૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૮૧૧ પાસે લેવું.

રિલાયન્સ કૅપિટલ

૪૨૬ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૪૩૭થી ૪૪૩ વચ્ચે નફો કરવો. ૪૨૬ તૂટતાં ૪૧૩નો ભાવ.

એસીસી

૧૪૪૨ ઉપર ૧૪૬૩ પ્રતિકારક સપાટી છે. ૧૪૪૦ નીચે ૧૪૨૦ નિર્ણાયક સપાટી છે, જે તૂટતાં આ સેક્ટરમાં તેજીનાં વળતાં પાણી સમજવાં.

મારુતિ

૧૩૨૭ ઉપર લેણ કરવું અને ઉપરમાં ૧૩૪૮થી ૧૩૫૫ વચ્ચે વેચવું. ૧૩૨૫ તૂટતાં ૧૨૯૮નો ભાવ.

લાર્સન

૧૫૮૮ ઉપર સુધારાની ચાલમાં ૧૬૨૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૫૮૩ તૂટતાં ૧૫૭૩થી ૧૫૫૦નો ભાવ.