નિફ્ટી ફ્યુચર ૫૬૪૦ ને ૫૬૧૦ મહત્વના સપોર્ટ

27 September, 2012 05:43 AM IST  | 

નિફ્ટી ફ્યુચર ૫૬૪૦ ને ૫૬૧૦ મહત્વના સપોર્ટ



મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી

મંગળવારે નીચામાં ૫૬૬૧.૮૦ સુધી આવી ઉપરમાં ૫૭૦૮.૮૫ થઈ ૦૧.૩૫ પૉઇન્ટના સુધારે ૫૬૮૩.૦૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૨૮૮.૫૬ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૭૫૨.૮૩ બંધ રહ્યા બાદ સોમવારે ૭૯.૪૯ પૉઇન્ટના ઘટાડે ૧૮,૬૭૩.૩૪ બંધ રહ્યો. મંગળવારે નીચામાં ૧૮,૬૩૬.૧૬ સુધી આવી ઉપરમાં ૧૮,૭૯૦.૦૧ થઈ૨૧.૦૭ પૉઇન્ટના સુધારે ૧૮,૬૯૪.૪૧ બંધ રહ્યો. ઉપરમાં ૧૮,૮૧૧ કુદાવે તો ૧૮,૮૭૫, ૧૯,૦૫૦, ૧૯,૨૨૫ સુધીની શક્યતા. નીચામાં ૧૮,૬૩૬ નીચે ૧૮,૫૬૦, ૧૮,૪૬૦ સપોર્ટ ગણાય.

બજારનો ટ્રેન્ડ અત્યારે સુધારાતરફી છે. સરકાર દ્વારા લેવાતાં અનુકૂળ પગલાં થકી તેમ જ એફઆઇઆઇની ભારે લેવાલીના પગલે વેચાણકાપણીના સથવારે સારો સુધારો જોવા મળે છે. ગયા શુક્રવારના બૉટમ ભાવોનો ઉપયોગ સપોર્ટ લેવલ તરીકે કરવો તેમ જ સોમવાર ૨૪ સપ્ટેમ્બરના ઊંચા ભાવ જેમાં ઓળંગાય એમાં સુધારો આગળ વધતો જોવા મળશે. નિફ્ટી ફ્યુચરમાં બે ગૅપ પડી ચૂક્યા છે. નવું લેનારે સાવચેતી રાખવી. અત્યારનો સુધારો એફઆઇઆઇની લેવાલીના પગલે ગામની વેચાણકાપણીને આભારી છે.

નિફ્ટી ફ્યુચર (૫૬૮૩.૦૦) ૫૨૩૭ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે હાઇલી ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭૧૦ ઉપર ૫૭૩૫ કુદાવે તો ૫૭૬૦, ૫૮૨૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૬૧ નીચે ૫૬૪૦, ૫૬૧૦ સપોર્ટ ગણાય.




વૉલ્ટાસ (૧૨૭.૦૫) ૧૦૫.૭૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩ ઉપર ૧૪૦થી ૧૪૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૨ નીચે ૧૧૯ પૅનિક બૉટમ ગણાય. ઘટાડે લઈને વેપાર કરવો.




એલઆઇસી ફાઇનૅન્સ (૨૭૯.૨૫) ૨૩૫.૬૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૦ ઉપર ૩૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૬૭ નીચે ૨૬૧ પૅનિક સપોર્ટ ગણાય.

રિલાયન્સ (૮૩૯.૮૫) ૭૬૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૪૫ અને ૮૫૭ કુદાવે તો ૮૭૪ અને ૮૮૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૨૮નો સપોર્ટ તૂટે તો ૮૦૯ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી (૧૧,૪૪૪.૮૫) ૯૮૮૧.૫૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧,૫૪૦ ઉપર ૧૧,૬૮૫, ૧૧,૮૩૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧,૩૨૭ નીચે ૧૧,૨૨૫, ૧૧,૧૨૫, ૧૧,૦૨૫ સપોર્ટ ગણાય. મંદીનો વેપાર કરવો નહીં. એસ્ર્કોટ્સ (૬૩.૧૦) ૫૮.૪૦ની બૉટમથી ધીમો સુધારો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭ કુદાવે તો

૭૦ સુધીની શક્યતા. નીચામાં ૬૧ સપોર્ટ ગણાય.