નિફ્ટીમાં ૫૬૬૫ ઉપર રૂખ તેજીની

25 September, 2012 05:26 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૬૫ ઉપર રૂખ તેજીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


સરકાર પૂરા ફૉર્મમાં દરેક ક્ષેત્રે રિફૉર્મ કરશે અને ૨૦૧૪ સુધી મુલાયમ અને માયાવતીના સહારે રાજકીય સ્થિરતા રહેશે જ અને ભૂમિકા પર શૅરબજારમાં તેજીનો પાયો રચાયો છે અને એ હકીકતને ધ્યાનમાં લઈને જ ખેલંદાઓ વેપાર ગોઠવશે. એક્સ્પાયરીને હવે ૩ દિવસ બાકી હોવાથી ઘટાડાની શક્યતા ઓછી હોવા છતાં ઉપરમાં ૫૮૦૦થી વધુ સુધારાને અવકાશ નથી જ્યારે નીચામાં ૫૬૨૦ તૂટતાં ૫૪૮૦ સુધીના ઘટાડાની શક્યતા બૅન્ક નિફ્ટીમાં આગલા દિવસની નીચી સપાટી તૂટતાં ઊભી થશે. હવે પછીની મહત્વની તારીખ ૮ ઑક્ટોબર છે.

મુંબઈ શૅરબજાર આંકમાં પણ ૨૧મીની ઊંચી સપાટી ઓળંગાઈ ન હોવાથી બજારમાં બૅન્કિંગ સેક્ટર સિવાય ઉછાળે વેચવાનું માનસ છે. આજ માટે ૧૮,૭૧૨ ઉપર  ૧૮,૭૮૦થી ૧૮,૮૭૦ જ્યારે ૧૮,૬૭૦ નીચે ૧૮,૫૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૬૬૫ ઉપર ૫૭૨૦ અને ૫૭૫૦ સુધીનો ઉછાળો, જ્યારે ૫૬૬૨ નીચે ૫૬૨૦.

રિલાયન્સ

૮૫૧ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૮૩૯ નીચે પ્રથમ ૮૧૮ અને વધઘટે ૮૦૦નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

બૅન્કિંગ લાઇસન્સ, વીમાક્ષેત્રે એફડીઆઇની છૂટ પાછળ ઉછાળો જોવા મળ્યો. ૪૨૨ના સ્ટૉપલૉસે વેચવું.

આર. કૉમ

વર્તમાન ભાવે નફો કરી ૬૮ ઉપર ફરી દાખલ થવું. હવે ૬૨ તૂટતાં ૫૬નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૨૩૮ ઉપર ૨૨૭૮, જ્યારે નીચામાં ૨૧૭૦ તૂટતાં ૨૧૩૮નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૧૪૩ નીચે ૧૧૬૦ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૧૧૧૦ તૂટતાં ૧૦૮૬.