નિફ્ટીમાં ૫૬૭૬ નિર્ણાયક સપાટી

17 September, 2012 10:07 AM IST  | 

નિફ્ટીમાં ૫૬૭૬ નિર્ણાયક સપાટી



(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)


છેલ્લા દોઢ વર્ષથી વિવિધ કૌભાંડો, અણ્ણા હઝારે અને રામદેવનાં આંદોલનો અને સાથીપક્ષોના અક્કડ વલણને કારણે રીટેલમાં એફડીઆઇની છૂટ, ડીઝલની કિંમતમાં વધારો તેમ જ જાહેર ક્ષેત્રના એકમોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ જેવાં પગલાં લેવા અચકાતી સરકાર કોલસાકૌભાંડ પછી આક્રમક વલણ અપનાવી રાજકીય પ્રત્યાઘાતની પરવા કર્યા વગર ઉપરનાં પગલાં એકસાથે લેતાં મંદીગ્રુપ ઊંઘતું ઝડપાયું છે અને ટોટલ શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ ન રહેતાં વર્તમાન ઉછાળો જોવા મળ્યો છે અને સોમવારે એની પરાકાષ્ઠા જોવા મળ્યા બાદ તેજીનો ઊભરો શાંત પડશે જે ધીમી ગતિએ ૨૧ સપ્ટેમ્બર સુધીમાં ઘટતું જશે. સુધારાની ગતિ અતિ હોવાથી એમાં મતિ (બુદ્ધિ) ઠેકાણે રાખી નફો બાંધવાની સલાહ છે, કારણ કે આ ઉછાળો ફન્ડામેન્ટલ કરતાં ટેક્નિકલ વધુ છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૬૩૦ અને ૧૮,૭૫૦ વચ્ચે લેણમાં નફો કરવો. ૧૭મીનું વર્કિંગ મહત્વનું. ૧૮,૨૧૦ તૂટતાં નીચામાં ૧૭,૯૨૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ૫૬૭૬ મહત્વની પ્રતિકારક સપાટી ઉપર ૫૭૩૦ સુધીનો ઉછાળો, જ્યારે ૫૫૮૦ નીચે ૫૫૦૬થી ૫૪૪૦ સુધીનો ઘટાડો.