નિફ્ટીમાં ૫૨૬૦ ઉપર સુધારો જોવા મળશે

06 September, 2012 05:49 AM IST  | 

નિફ્ટીમાં ૫૨૬૦ ઉપર સુધારો જોવા મળશે

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

મહત્વની સપાટી ૫૨૫૮ નીચે ૫૨૫૩ પર બંધ રહ્યો છે. ગઈ કાલે હિન્દુસ્તાન લીવર, ટીસીએસ અને મારુતિમાં સુધારાને પગલે નિફ્ટીમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

કોલગેટ પ્રકરણે સંસદની કાર્યવાહી ખોરવીને બીજેપીએ પોતાના જ પગ પર કુહાડી મારી છે અને લોકોની નજરમાંથી ઊતરી ગઈ છે. સંસદ બંધ થતાંની સાથે જ સરકાર પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારી બજેટખાધ ઘટાડવાની કોશિશ કરશે, જેની બજારના સેન્ટિમેન્ટ પર સાનુકૂળ અસર થશે. આમ પણ વલણના આરંભમાં મોટો ઘટાડો જોતાં આગળ ઉપર સુધારાની શક્યતા વધુ છે. બજાર સુધરવાનો પાકો સંકેત હિન્દુસ્તાન લીવર અને આઇટીસી ઘટતાં સમજવો.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૩૪૬ ૫૦ દિવસની મૂવિંગ ઍવરેજ નીચે ૧૭,૨૩૯થી ૧૭,૧૭૦ સુધીનો ઘટાડો, પરંતુ ૧૭,૪૨૦ કુદાવતાં ઝડપી ઉછાળાની શક્યતામાં ૧૭,૫૦૦ની સપાટી જોવા મળે. નવી વેચવાલીથી દૂર રહેવું. નિફ્ટીમાં ૫૨૫૮થી ૫૨૭૫ પ્રતિકારક ઝોન છે. નીચામાં ૫૨૩૬ તૂટતાં ૫૧૯૦થી ૫૧૬૫ જે ૨૦૦ દિવસની ઍવરેજ છે, ત્યાં સુધી ઘટશે. ૫૨૮૮ ઉપર વેચાણમાં રહેવું નહીં. ઘટાડે ૫૩૦૦નો કૉલ ખરીદવો.

રિલાયન્સ

૭૭૫ નીચે ૭૫૬ આસપાસ લેવું. હવે ૭૮૦ કુદાવતાં ૭૯૩ સુધીનો ઉછાળો

જોવા મળશે.

આઇસીઆઇસીઆઇ

૮૭૮ નીચે ૮૬૫ સુધીના ઘટાડામાં ૮૫૭ના સ્ટૉપલૉસે લેવું. ૮૮૯ ઉપર આમાં અને અને બૅન્ક નિફ્ટીમાં યુ-ટર્ન

જોવા મળશે.

તાતા મોટર્સ

૨૨૫ મહત્વની ટેકાની સપાટી છે. ૨૩૪ નીચે રૂખ ઉછાળે વેચવાની છે. ૨૨૫ નીચે બંધ આવતાં વધ-ઘટે ૨૧૦નો ભાવ.

ટીસીએસ

૧૩૭૬ના ચુસ્ત સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. નીચામાં ૧૩૫૮ તૂટતાં ૧૩૩૮થી ૧૩૧૫નો ભાવ.

હીરો મોટર્સ

૧૭૯૫ ઉપર લઈને વેપાર કરવો. ૧૮૧૭ કુદાવતાં ૧૮૩૦નો ભાવ આવશે.